Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ફટાકડાના સ્ટોલ માટે ૧૫ દિવસમાં ૧૫૦ અરજીઓના ઢગલાઃ તમામ મંજુર

રાજકોટ, તા.૨૩: મહાનગરપાલિકાના એસ્ટેટ શાખામાં છેલ્લા ૧૫ દિવસમાં ફટાકડાના સ્ટોલ કરવા માટે ૧૫૦ જેટલી અરજીઓ આવી, જે તમામ અરજીઓ મંજુર કરાઈ છે. શહેરમાં આવેલ મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટમાં ફટાકડાના સ્ટોક કરવા માટે ૧૫૦ ધંધાર્થીઓએ અરજી કરેલ છે. જે મહાનગરપાલિકા દ્વારા મજુર કરવામાં આવી છે, આગામી તહેવારની સિઝન હોવાથી ફટાકડાના સ્ટોલ કરવા માટે ધંધાર્થીઓ ઉમટી પડયા છે. રાજકોટ મહાનગરપાલિકામાં આ સ્ટોલ માટે ૧૦*૧૦ ફૂટની જગ્યાના રૂ./- ૨૫૦ એક દિવસનું ભાડું ભરવાનું થાય છે. અરજદારોએ જેટલી જગ્યા રાખી હોય તે જગ્યાનું ભાડું આ રીતે ચૂકવવાનું રહે છે.

(3:12 pm IST)