Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

તલાટી હડતાલનો બીજો દિ': રાજકોટ જિલ્લામાં એકતા યાત્રાની કામગીરી ગ્રામસેવકો-રેવન્યુ તલાટીને સોંપાઇ

પંચાયત કામગીરીની અન્ય કોઇ જવાબદારી સોંપાઇ નથીઃ હડતાલની ગંભીર અસર ગામડાઓમાં દેકારો

રાજકોટ તા.૨૩: તલાટીઓ દ્વારા પોતાની પડતર માગણીને લઇને અચોક્ક મુદ્દતની હડતાલ પર છે. આજે હડતાલનો બીજો દિવસ છે.

ગઇકાલે પંચાયત તલાટીઓ સાથે સાંજે વાટાઘાટો કરાઇ પરંતુ મંત્રણા નિષ્ફળ નીવડતા હડતાલ લંબાઇ છે, દરમિયાન સરકારે પગલાં લેવાનું શરૂ કર્યું છે, અમદાવાદ જિલ્લા કલેકટરે એકતા રથયાત્રાની જવાબદારી આંગણવાડીની બહેનોને સોંપી છે, જયારે પંચાયતની વધારાની કામગીરી રેવન્યુ તલાટીઓને સોંપી છે.

દરમિયાન રાજકોટ જિલ્લામાં પણ એકતા રથયાત્રા ચાલુ છે, પંચાયતના તલાટીઓ હડતાલ ઉપર ઉતરી જતા પંચાયતની ગ્રામ્ય કક્ષાની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે.

દરમિયાન એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ ''અકિલા''ને જણાવ્યું હતું કે જિલ્લામાં એકતા રથયાત્રાની કામગીરી જુદા જુદા ગ્રામ્ય સેવકો અને રેવન્યુ તલાટીઓને સોંપાઇ છે, જયારે પંચાયતની કામગીરી કોઇપણ રેવન્યુ તલાટીઓને સોંપાઇ નથી.

રાજકોટ જિલ્લાના ૩૦૦ સહિત કુલ ૧૧ હજારથી વધુ પંચાયતી તલાટીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે, જેની ગંભીર અસર ગ્રામ્ય કામગીરીમાં થઇ છે.(૧.૬)

(10:58 am IST)