Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

'શ્રીનાથજી ચરિતામૃત કથા'ની તૈયારી અર્થે મોઢ વણિક મહિલા સત્સંગ મંડળની મીટીંગ

રાજકોટ : મોઢ વણિક સત્સંગ મંડળ દ્વારા તા.૨૮ ઓકટોબરથી તા.૧ નવેમ્બર દિવસ-પ, વલ્લભકુળનાં પ.પૂ.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી બાવાનાં સ્વમુખે (ચંપારણનાં ગ્રહાધિપતિશ્રી) સંગીતના સથવારે શ્રીનાથજી ચરિતામૃત કથાનું ''વ્રજધામ'' અમૃતસાગર પાર્ટી પ્લોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ, બીગ બજાર સામે, વિશાળ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવેલ છે. કથા પ્રારંભ શ્રી મધુબેન મારવાડીનાં નિવાસ સ્થાનથી વર્ણાંગી સ્વરૂપે શોભાયાત્રા તા.૨૮ના બપોરે ૨.૩૦ કલાકે સીલ્વર હાઇટ, નાના મોૈવા સર્કલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, મારવાડી ફાઇનાન્સ સામે, રાજકોટથી વાજતે ગાજતે કથા સ્થળ વ્રજધામ ખાતે પહોંચશે.આખરી ઓપ આપવા તાજેતરમાં સોૈરાષ્ટ્ર હાઇસ્કુલના મધ્યસ્થ ખંડમાં કાર્યકર્તા ભાઇઓ તથા દાતાશ્રીઓની એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ જે મીટીંગના પ્રાશંભમાં સર્વ દાતાશ્રીઓ તથા કાર્યકર બહેનોને શ્રીમતી ગીતાબેન એ. પટેલે શબ્દપુષ્પ વડે સ્વાગત કરેલ. રૂા ૧૧૦૦૦/- ની ન્યોછાવરીથી લઇને મુખ્ય મનોરથીનું ઉપરણા ઓઢાડીને અભિવાદન કરવામાં આવેલ. મીટીંગ માટે નિઃશુલ્ક સોૈરાષ્ટ્ર હાઇસ્કુલના હોલ આપવા બદલ મુકેશભાઇ દોશીનો અને બાકી તમામ દાતાઓનો જાહેર આભાર વ્યકત કરાયો હતો. મીટીંગનું સંચાલન સેવાભાવી મુકેશભાઇ દોશી તથા અશ્વીનભાઇ પટેલે કરેલ. અંતમાં આભારવિધી પ્રવીણાબેન પટેલે કરી હતી.

(10:50 am IST)