Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ગરીબોની દિવાળી સુધારવાં કોર્પોરેશનનો સક્ષમ રાજકોટ પ્રોજેકટ

રાજકોટ, તા., રરઃ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ સક્ષમ રાજકોટ પ્રોજેકટ હેઠળ ગરીબોની દિવાળી સુધારવામાં આવશે. આ માટે તા. રપ થી ૧ નવેમ્બર સુધી જાહેર જનતા પાસેથી કપડા, મિઠાઇ, રમકડા વગેરેનો સહયોગ વોર્ડ ઓફીસે સ્વીકારવામાં આવશે. ઉપરાંત ૬૮ હજારના ખર્ચે સ્ટેશનરી, ૪.૪પ લાખના ખર્ચે પાઠય પુસ્તકો કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે. આ તમામનું વિતરણ પ થી ૬ નવેમ્બર સુધી ગરીબ બાળકોને થશે તેમ મ્યુનિસીપલ કમિશ્નર બંછાનીધી પાનીએ જાહેર કર્યુ છે.(૪.૧૬)

(3:36 pm IST)
  • અયોધ્‍યામાં તોગડીયા સમર્થકો- પોલીસ વચ્‍ચે ભારે ઉગ્રતાઃ કૂચ કરી અયોધ્‍યમાં ડો.પ્રવિણભાઇ તોગડીયા સમર્થકો અને પોલીસ વચ્‍ચે રામ મંદીર તરફ આગળ વધવા મામલે ઝડપ access_time 11:36 am IST

  • જામનગર :ભેળસેળીયા પેટ્રોલપંપ પર પુરવઠા ખાતાની તવાઇ:લાલપુર પોરબંદર હાઇવે પર લાલપુર પેટ્રોલપંપને સીલ કરાયું:જામનગર પુરવઠા વિભાગ દ્વારા ઓચિંતા દરોડાની કાર્યવાહી:23 લાખનો પેટ્રોલ-ડિઝલનો ભેળસેળયુકત જથ્થો સીલ કરાયો:પેટ્રોલ પંપ પર ભેળસેળ થતા હોવાની ફરિયાદના આધારે કાર્યવાહી access_time 3:46 pm IST

  • સુરતના સરથાણા વિસ્તાર પાસે સ્કૂલબસ અને કાર વચ્ચે અકસ્માત:પોદર ઇન્ટરનેશનલ સ્કુલની હતી બસ:અકસ્માત વખતે બસમાં વિદ્યાર્થીઓ મોજુદ:કોઈને ઇજા થઇ નહી access_time 7:12 pm IST