Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

જૈનમ રાસોત્‍સવમાં ફયુઝન ગરબા, ફાયરડ્રમ, આફ્રિકન નગારા, રોલીંગ પીપ આકર્ષણ જમાવશે

વિખ્‍યાત સંગીતકાર પંકજ ભટ્ટનું ધમાકેદાર ઓરકેસ્‍ટ્રા : આપણી સંસ્‍કૃતિ વારસાને અકબંધ રાખી ગરબાને અર્બન ટચ અપાશે, દરરોજ પ્રથમ રાઉન્‍ડ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ

રાજકોટઃ આગામી તા.૨૬ સપ્‍ટેમ્‍બર થી ૫ ઓકટોબર દરમ્‍યાન જૈનમની ટીમ દ્વારા નવરાત્રી મહોત્‍સવનું બેનમુન આયોજન ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર શહેર નાં જૈન શ્રેષ્ઠીવર્ય શ્રી ચંદ્રકાંતભાઈ શેઠનાં પારીજાત પાર્ટી પ્‍લોટ ખાતે કરવામાં આવેલ છે.

જૈનમ્‌ નવરાત્રી મહોત્‍સવને ચાર ચાંદ લગાવવા ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની શાન સમા સુપ્રસિધ્‍ધ સંગીતકાર શ્રી પંકજભાઈ ભટ્ટ ને ૧૫થી પણ વધુ સુપ્રસિધ્‍ધ એવોર્ડથી નવાઝવામાં આવેલ છે, છેલ્લા પાંચ દાયકાથી ગુજરાતી સંગીતમાં પોતાની પ્રતિભાથી એક નવી ઉંચાઈ પ્રાપ્ત કરનાર શ્રી પંકજભાઈ ભટ્ટએ ૮૦૦૦ થી વધુ મ્‍યુઝીક આલ્‍બમ, ૧૫૦ થી પણ વધારે ગુજરાતી ફીલ્‍મ અને ૧૦ થી વધારે હીન્‍દી ફીલ્‍મમાં પોતાનું મ્‍યુઝીક આપેલ છે, તેઓએ ગુજરાતી ઉપરાંત વિવિધ ભાષામાં અંદાજે ૫૦ હજારથી પણ વધારે ગીમ કમ્‍પોઝ કરેલ, આ ઉપરાંત વિヘનાં વિવિધ દેશોમાં પોતાની સંગીતકલાનાં માધ્‍યમથી ગુજરાતી સંગીતને લોકપ્રિય બનાવ્‍યું છે.

 આ વર્ષે પણ જૈનમ્‌ નવરાત્રી મહોત્‍સવમાં પંકજભાઈ ભટ્ટ તેમજ તેમની ટીમના સાંજીદાઓ સાથેનું ધમાકેદાર ઓરસ્‍કેસ્‍ટ્રાનાં સથવારે યુ ટયુબ તેમજ દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો આપી ચુકેલ ફોક સિંગર અનીલ વાંકાણી, વર્સેટાઈલ સિંગર પ્રીતી ભટ્ટ, પ્‍લે બેક સિંગર ઉર્વશી પંડયા, ફયુઝન સિંગર પ્રદિપ ઠક્કર જેવા પ્રખ્‍યાત સિંગરો આ વર્ષે પણ ખેલૈયાઓને સંગીતનાં તાલે અને એક થી એક ચડીયાત ગરબાની ગાયીકી ઉપર રમવા મજબુર કરશે.

જૈનમ્‌ નવરાત્રી મહોત્‍સવનાં ખ્‍યાતનામ સિંગરનો સવિસ્‍તાર પરિચય...

અનિલ વંકાણીઃ- જેઓ મુળ ભાવનગર શહેરના વતની છે, પરંતુ પોતાની આગવી ગાયીકી અને ફોક ટચમાં બેનમુન ગાયનથી સમગ્ર ગુજરાત ઉપરાંત મુંબઈ સુધી ખ્‍યાતી પ્રાપ્ત કરેલ છે,

ઉવર્શિ પંડયા - પ્‍લે બેક સિંગરઃ- ૫ હજારથી પણ વધુ એડવર્ટાઝીંગમાં પોતાનો અવાજ આપેલ છે, ૨૫ થી ૩૦ ગુજરાતી, હીન્‍દી ભોજપુરી ફિલ્‍મી ગીતો પણ ગાયેલ છે, ૧૧૦૦ થી વધુ એચ.એમ.વી કંપનીમાં ટીઝર્સ આલ્‍બમ, ટી સીરીઝના નવરાત્રી આલ્‍બમમાં મુખ્‍ય સીંગર તરીકે પોતાનો સુર આપેલ, સાલ ૨૦૧૫ માં તાનારીરી કલાસીકલમાં લાઈવ પરફોર્મન્‍સ, સાલ ૨૦૦૫ થી ૨૦૦૯ માં સહીયર નવરાત્રી, ૨૦૧૦ થી ૨૦૧૨ યુવી કલબ નવરાત્રી, ૨૦૧૪ થી ૨૦૧૬ માં ખોડલધામ નવરાત્રી, ર૦૧૭ થી ૨૦૧૯ ગોંડલ ખાતે રમેશ ધડુકની ગેલી અંબે નવરાત્રીમાં પોતાની ગાયીકા પ્રસ્‍તુત કરી લોકોનાં હૃદયમાં ખાસ સ્‍થાન પ્રાપ્ત કરેલ છે.

પ્રિતી ભટ્ટઃ- રાજકોટનાં રહેવાસી અને સમગ્ર સૌરાષ્‍ટ્રમાં ગાયીકી ક્ષેત્રે નામના મેળવી ચુકેલ પ્રિતી ભટ્ટ અર્વાચીન દાંડીયામાં એક આગવા અંદાજથી ગાઈ ખૈલૈયાઓને રમવા મજબુર કરી દેશે. પ્રિતી ભટ્ટ લેડીઝ અને જેન્‍ટસ બન્ને અવાજમાં રાસ ગરબા થકી સૌરાષ્‍ટ્રમાં નવરાત્રીની પહેલી પસંદ બની ચુકેલ છે. પ્રિતી ભટ્ટ અનેક નામી કલાકારો સાથે ગાઈ ચુકેલ છે. સૌરાષ્‍ટ્રની અનેક સંસ્‍થાઓના કાર્યક્રમમો મુખ્‍ય કલાકાર તરીકે સફળ બનેલ છે.

પ્રદિપ ઠકકરઃ- છેલ્લા ૨૨ વર્ષથી ગાયીકી ક્ષેત્રે કાર્યરત છે, તેઓ ખાસ કરીને રાસ-ગરબા, લગ્નગીત, હિન્‍દી ફીલ્‍મ જગતનાં નવા-જુના ગીતો  આ ઉ૫રાંત ગુજરાતી ગીતો અને ભકિતગીતો બહોળો અનુભવ ધરાવે છે. મુકેશજી ઓપન ગુજરાત સીગીંગ કોમ્‍પીટીશનમાં કુલ ૧૫૬ સ્‍પર્ધકોમાંથી તેઓ પ્રથમ નંબરે વિજેતા થયેલ છે.  પ્રદિપ ઠકકરએ જાણીતા લોકગાયકો સાથે અનેક કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં આપી ચુકેલ છે તેઓએ યુરોપ, દુબઈ, ઓસ્‍ટ્રેલીયા, લંડન સહીતનાં ઘણાં દેશોમાં સ્‍ટેજ કાર્યક્રમ આપી નામના મેળવી ચુકેલ છે. ઉપરાંત ૨૦૧૫-૧૬માં લંડન ખાતે નવરાત્રી મહોત્‍સવમાં ખેલૈયાઓને ઝુમવા મજબુર કરી દીધેલ. ટુંકમાં તેઓ એક ઈન્‍ટરનેશનલ આર્ટીસ્‍ટ તરીકેની નામના મેળવી ચુકેલ છે.

કીંજલ ખુંટ - એન્‍કરઃ- એક ખ્‍યાતનામ એન્‍કર ઉપરાંત ડબીંગ આર્ટીસ્‍ટ અને એકટર તરીકે સારી નામના મેળવી ચુકયા છે, તેઓ ઈવેન્‍ટ એન્‍કરીંગ ફીલ્‍ડમાં છેલ્લા ૪ વર્ષથી કાર્યરત છે, આ ઉપરાંત રાહી, લવ યુ પાપા, માંઝી માઈ જેવી ફીલ્‍મ અને પ્રસિધ્‍ધ નાટકોમાં એકટીંગ કરી ચુકયા છે, અનેક જાહેરાતમાં વોઈસ ઓવર આર્ટીસ્‍ટ તરીકે પોતાનો અવાજ આપી ચુકેલ છે, તેઓશ્રી રાજકોટ, અમદાવાદ, મુંબઈ, રાજસ્‍થાન સુધી અનેક ઈવેન્‍ટમાં પોતાનો અવાજ થકી ઈવેન્‍ટને વધુ શાનદાર બનાવેલ છે, વેડીંગ, કોર્પોરેટ, પોલીટીકલ ઈવેન્‍ટ અને સેલીબ્રીટી ઈવેન્‍ટ જેમ કે રવિના ટંડન, શમીતા શેટ્ટી, મલ્‍હાર ઠાકર, પ્રતિક ગાંધી સાથે પણ અનેક પ્રાઈવેટ ઈવેન્‍ટ જેવી ૭૦૦ થી વધારે ઈવેન્‍ટસમાં હોસ્‍ટીંગ કરી ચુકેલ કીંજલ ખુંટ હવે જૈનમ્‌ નવરાત્રી મહોત્‍સવમાં પોતાની આગવી શૈલીથી એન્‍કરીંગ કરશે.

જૈનમ્‌ નવરાત્રી મહોત્‍વને સફળ બનાવવા જીતુ કોઠારી, સુજીત ઉદાણી, જયેશ વસાનાં સિધા માર્ગદર્શન હેઠળ જૈનમ્‌ ટીમ જહેમત ઉઠાવી રહેલ છે.

તસ્‍વીરમાં પંકજભાઈ ભટ્ટ, સેજલભાઈ કોઠારી, ધર્મેશભાઈ શાહ, નિલેશભાઈ ભાલાણી, પ્રશાંતભાઈ સંઘવી, ભાવિનભાઈ ઉદાણી, મિલેશભાઈ મહેતા નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:50 pm IST)