Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

વિજતાર ચોરી કરતી ટોળકીના પાંચ શખ્‍સો પાસામાં

કુવાડવા પોલીસે ત્રણ ગુનામાં રાજકોટ, ગોંડલ, ચોટીલા, જસદણના શખ્‍સોને પકડયા હતા : પીઆઇ બી.એમ.ઝણકાટ, પીઆઇ એમ.બી.નકુમ અને ટીમે વોરન્‍ટ બજવણી કરી : પોલીસ કમિશનર ભાર્ગવનો સપાટો

રાજકોટ તા. ૨૩ : શહેરના કુવાડવા પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાં જીઇબીના વીજ વાયર ચોરીના ત્રણ ગુનામાં સામેલ પાંચ શખ્‍સોને પોલીસ કમિશનરે એકસાથે પાસામાં ધકેલી દીધા છે.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાં અલગ -અલગ ત્રણ જગ્‍યાએથી જીઇબીના વીજવાયર ચોરીના ગુનામાં કુવાડવા રોડ પોલીસે રવિ નરશીભાઇ ગાંગળીયા (ઉ.૨૪), સુરેશ ચનાભાઇ રાતડીયા (ઉ.૨૮) (રહે. સંતકબીર રોડ, ગોકુલનગર શેરી નં. ૩), સુરેશ વિહાભાઇ સોમાણી (ઉ.૫૦) (રહે. મોવૈયા રોડ, ગોંડલ મૂળ રાણીંગપર તા. જસદણ), રઘુ સામતભાઇ દુધરેજીયા (ઉ.૩૫) (રહે. રાજપરા તા. ચોટીલા) અને વિજય વાલજીભાઇ દુધરેજીયા (ઉ.૨૫) (રહે. ગઢકા ગામની સીમમાં મૂળ રાજપરા તા. ચોટીલા)ને પકડી લીધા હતા. આ પાંચેય શખ્‍સોને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના પી.આઇ. એમ.બી.નકુમ તથા હેડ કોન્‍સ. રાજુભાઇ દહેકવાલે દરખાસ્‍ત કરતા પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવે વોરંટ ઇશ્‍યુ કરતા કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. બી.એમ.ઝણકાટ, પી.એસ.આઇ. એમ.જે.રાઠોડ, હેડ કોન્‍સ. હિતેશભાઇ ગઢવી, અરવિંદભાઇ મકવાણા, વિક્રમભાઇ ગરચર, અજીતભાઇ લોખીલ, હિતેષભાઇ માલકીયા, કોન્‍સ. વિરદેવસિંહ જાડેજા, મુકેશભાઇ સબાડ, દેવેન્‍દ્રસિંહ જાડેજા, રોહીતદાનભાઇ ગઢવી અને રાજેશભાઇ ચાવડા સહિતે પાંચેય શખ્‍સોને પાસા હેઠળ અટકાયત કરી સુરેશ રાતડીયાને અમદાવાદ, રવિ ગાંગળીયાને સુરત, સુરેશ સોમાણીને વડોદરા, રઘુ દૂધરેજીયાને ભુજ અને વિજય રામાણીને મહેસાણા જેલમાં ધકેલી દીધા હતા.

(3:41 pm IST)