Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ત્રિવેણીનગરનો ભાવેશ ભારજીયા ગુમ

રાજકોટ,તા. ૨૩ : મવડી રોડ ગુરૂપ્રસાદ ચોક પાસે ત્રિવેણીનગર શેરી નં. ૩માં રહેતો ભાવેશ ભરતભાઇ ભારજીયા (ઉવ.૨૪) ગત તા. ૬/૫ ના રોજ પોતાના ઘરેથી નીકળ્‍યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેઓ કોઇ પતો ન લાગતા તેના પિતાએ માલવીયાનગર પોલીસ મથકમાં ગુમની નોંધાવતા હેડ કોન્‍સ. રવિભાઇએ તપાસ આદરી છે. યુવાને બ્‍લ્‍યુ કલરનું પેન્‍ટ અને ચેકસવાળો શર્ટ પહેરેલ છે. તેના જમણા હાથના અંગુઠા પાસે ત્રિશુલ તથા ઓમ ત્રોફાવેલ છે. જો કોઇને આ યુવાન જોવા મળે તો માલવીયાનગર પોલીસ સ્‍ટેશન ફોન નં. ૦૨૮૧-૨૩૮૦૦૪૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:38 pm IST)