Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

એમ.ડી.મહેતા સ્‍કુલ ધ્રોલ દ્વારા નવરાત્રિ

ધ્રોલઃ એમ.ડી.મહેતા સ્‍કુલમાં છેલ્લા  ૫૦ વર્ષ થયા દરબારગઢમાં આવેલી આ સંસ્‍થા નવરાત્રી મહોત્‍સવ ઉજવે છે. આની ખાસિયત એ છે કે આ મહોત્‍સવમાં વધુમાં વધુ દિકરીઓ સ્‍ટેજ ઉપર ગરબા રમી શકે છે. જેમાં બાલમંદિર થી બી.એડ. તમામ વિભાગની દિકરીઓ ભાગ લે છે. સાંજે ૭.૩૦ થી ૯.૩૦ છાત્રાલયની તમામ દિકરીઓ તથા સંકુલમાં ભણતી તમામ દિકરીઓ પોતાની રીતે ગરબા રમે છે.

જયારે રાત્રે ૯.૦૦ થી ૧૨.૦૦ ગૃપ બનાવીને રોજના ૧૫ થી ૨૦ ગરબા ૧ મહિનાની પ્રેકટીશથી રજુ કરવામાં આવે છે. ધ્રોલની જ નહી પરંતુ આજુબાજુના ગામડાની જનતા અહીયા શાંતિથી પટાંગણમાં બેસીને ગરબાનો રસાસ્‍વાદ માણે છે. આ ગરબી ધ્રોલ વિસ્‍તારનું નવલુ નજરાણું છે.

સંસ્‍થાના ચેરમેન ધર્મેશભાઇ મહેતા આ પ્રસંગે હાજર રહી દિકરીઓને ઉત્‍સાહ પુરો પાડે છે. સુધાબેન ખંઢેરીયા, હંસાબેન મહેતા, છાત્રાલયના ગૃહમાતા,સ્‍ટાફ તેમજ તમામ વિભાગના પ્રિન્‍સીપાલશ્રીઓ, શિક્ષકશ્રીઓ, સ્‍ટાફમિત્રો તથા કોરીયો ગ્રાફર અંજનાબેન અગ્રાવત અને ભાગ્‍યશ્રીબા જાડેજા ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવે છે.

(3:19 pm IST)