Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

સગવડીયુ સમાધાન : ડી.કે. ભાનુભાઇના દિકરાને ટિકીટ, સાવલિયા રીપીટ

પ્રદેશ ભાજપના કહેવાતા નીતિ-નિયમોમાં બાંધછોડ

રાજકોટ, તા. ર૩ : આજે માર્કેટયાર્ડની ચૂંટણી માટે ભાજપ પ્રેરિત ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રદેશની કહેવાતી ગાઇડલાઇનમાં બાંધછોડ દેખાઇ આવી છે.

યાર્ડના વર્તમાન ચેરમેન ડી.કે. સખિયાના બદલે તેના દિકરા જીતેન્દ્ર સખિયાને અને પૂર્વ મહામંત્રી ભાનુભાઇ મેતાના દિકરા હિતેષ મેતા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. નોરીપીટ થિયરીમાં પણ પરસોતમ સાવલિયાને સંઘ વિભાગમાં ફરી લડાવવા પડયા છે. વિજય કોરાટ ભાજપ કિશાન મોરચાના મંત્રી હોવા છતાં પાર્ટીની પેનલમાં સ્થાન મળ્યું છે. પડધરી પંથકના બે ઉમેદવારો ભાજપની વિચારધારાવાળા ન હોવા છતાં તેમને સમાવવા પડયા છે. જયેશ રાદડિયાના ભાઇ લલિત રાદડિયાનું નામ બને જુથોએ આપ્યા છતાં પ્રદેશમાં પહોંચ્યા પછી અદૃશ્ય થઇ ગયું છે. અધિકાંશ નવા ચહેરાની પેનલ છે. 

(3:37 pm IST)