Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

લક્ષ્મીવાડી મેઇન રોડ પરથી પરિવારથી વિખુટી પડેલી બાળકી મળીઃવાલીની શોધ

રાજકોટ તા.ર૩ : લક્ષ્ીમવાડી મેઇન રોડ પરથી ભકિતનગર પોલીસને પરિવારથી વિખુટી પડેલી બાળકી મળી આવતા પોલીસે તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ લક્ષ્મીવાડી મેઇન રોડ પર ભકિનગર પોલીસ મથકના પી.સી.આ.ના ઇચાર્જ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે લક્ષ્મીવાડી મેઇન રોડ ભુલી પડેલી દોઢથી બે વર્ષની બાળકી મળી આવી હતી. પી.સી.આ.ના જવાનોએ તેનેપુછતા તે પોતાનું નામ બોલી શકતી નહોઇ બાદ તેને પોલીસ મથકે લવાઇહતી. બાદ જાણ કરતા પી.આઇ.જે.ડી.ઝાલા સહિતના સ્ટાફે બાળકીના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. જો કોઇ આ બાળકીના વાલીવારસ હોય તો ભકિતનગર પોલીસ સ્ટેશન ફોન નં. ૦ર૮૧-ર૩૯૧૦પ૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:32 pm IST)