Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

માર્કેટયાર્ડમાં ૩૦થી વધુ ઉમેદવારોઃ ભાજપમાં ૧ સિવાઇ બધા નવા ચહેરા

ઉમેદવાર પસંદગીમાં ડી.કે. જુથનો પ્રભાવઃ કિસાન સંઘ પ્રેરિત પેનલની પણ ઉમેદવારીઃ પ વાગ્યા સુધી ફોર્મ ભરવાનો સમયઃ કાલે ચકાસણી

રાજકોટ (બેડી) માર્કેટયાર્ડની ચૂંટણીમાં મનસુખ ખાચરિયા અને જયેશ રાદડિયાએ જાહેર કરેલ ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોએ ફોર્મ ભરેલ તે પ્રસંગની તસ્વીરમાં ભાજપ અને સહકારીના આગેવાનો સર્વશ્રી ભરત બોધરા, ભૂપત બોદર, મનસુખ રામાણી, પરસોતમ સાવલિયા, નીતિન ઢાંકેચા ડી.કે. સખિયા વગેરે ઉપસ્થિત છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) 

રાજકોટ તા. ર૩ : ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતી (બેડી) યાર્ડની ચૂંટણી માટે આજે સવારે ૧૧ થી સાંજે પ વાગ્યા સુધી ઉમેદવારી પત્ર રજુ કરવાનો સમય છે. જેમાંબપોરે ર સુધીમાં ખેતી વિભાગની ૧૦ બેઠકો માટે ર૩ રૂપાંતર (સંઘ) વિભાગની રબેઠકો માટે ૦૩ ઉમેદવારો અને વેપારી વિભાગની ૪ બેઠકો માટે ૦પ ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. ભાજપ પ્રેરિત પેનલમાં એક માત્ર પરસોતમ સાવલિયા,સિવાઇના તમામ નવાને પસંદ કરવામાં આવ્યા છે. મંત્રી મંડળની જેમ અહીં પણ નો-રીપીટ થિયરી લાગુ પડી છે. ઉમેદવાર પસંદગીમાં ડી.કે. જુથનો હાથ ઉપર દેખાય છે. કિશાન સંઘ પ્રેરિત પેનલ પણ મેદાને આવી રહ્યાનુ઼ જણાવા મળે છે.

ભાજપે વેપારી વિભાગ માટે ઉમેદવાર જાહેર કર્યા નથી પણ વેપારી ઉમેદવારો પૈકી રાજુ થાવરિયા, અજય ખુંટ, સંદીપ લાખાણી અને દિલીપ પનારાને સમર્થન  આપ્યાનું જાણવા મળે છે. જેમાં બે પાટીદાર અને બે રઘુવંશી છે. અન્ય એક ઉમેદવારેપણ ફોર્મ ભર્યુ છે. સાંજ સુધીમાં વેપારી સહિત તમામ વિભાગોમાં ઉમેદવારોની સંખ્યા વધવાની શકયતા છ.ખેતી અને સંઘ વિભાગ બિનહરીફ  કરાવવા ભાજપના પ્રયાસો ચાલુ છે.કાલે ફોર્મ ચકાસણી થશે કુલ ૩૦થી વધુ ફોર્મરજુ થઇ ગયા છે.

જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા અને જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ જાહેર કરેલ ભાજપ પ્રેરિત ઉમેદવારો નીચે મુજબ છે.

રૂપાંતર વિભાગ

પરસોતમ સાવલિયા

કેશુભાઇ નંદાણિયા

ખેતી વિભાગ

હંસરાજભાઇ લીંબાસિયા

વસંતભાઇ ગઢિયા

હઠીસિંહ જાડેજા

(ત્રણેય પડધરી)

ભરત ખૂંટ

જયંતી ફાચર

(બન્ને લોધિકા)

જે. કે. જાળિયા

હિતેષ ભાનુભાઇ મેતા

જીતેન્દ્ર ડી. સખિયા

જયેશ બોઘરા

વિજય કોરાટ

(પાંચેય રાજકોટ તાલુકો)

માર્કેટયાર્ડની ચૂંટણીને અનુલક્ષીને સ્થાનિક સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બપોર સુધીમાં ભાજપના કોઇ માથાએ બળવો કર્યા નથી. એકંદરે પાર્ટી લાઇન મુજબ કામગીરી ચાલી રહી છે. જે બેઠકો બિનહરીફ ન થાય તેની ચૂંટણી પ ઓકટોબરે થશે. (૬.૨૧)

રાજકોટ યાર્ડમાં વેપારી પ્રેરીત પેનલના ૪ ઉમેદવારોએ ફોર્મ ભર્યાઃ ભાજપ પ્રેરીત વેપારી પેનલ સાથે જંગ

રાજકોટ, તા., ૨૩: રાજકોટ માર્કટ યાર્ડમાં ચુંટણીનો ધમધમાટ પ્રવર્તી રહયો છે ત્યારે આજે રાજકોટ યાર્ડ વેપારી પ્રેરીત

 પેનલના ૪ ઉમેદવારોએ ફોર્મ ભરતા વેપારી વિભાગમાં ખરાખરીનો જંગ જામે તેવી શકયતા છે.

માર્કેટ યાર્ડ વેપારી પ્રેરીત પેનલના વલ્લભભાઇ પેથાણી (રવીરાજ ટ્રેડીંગ કાુ.), કિશોરભાઇ દોંગા (મહેશ ટ્રેડીંગ કાુ.), અતુલભાઇ કમાણી (શ્રીરામ કૃપા એન્ટરપ્રાઇઝ) તથા મહેશભાઇ તળાવીયા (તળાવીયા ટ્રેડીંગ કાુ.)એ આજે વેપારી વિભાગમાંથી ઉમેદવારી ફોર્મ રજુ કરેલ છે. સામા પક્ષે ભાજપ પ્રેરીત વેપારી પેનલના ૪ ઉમેદવારોના ફોર્મ ભરાયા હોય ભાજપ પ્રેરીત વેપારી પેનલ અને રાજકોટ માર્કેટ યાર્ડ વેપારી પ્રેરીત પેનલના ઉમેદવારો વચ્ચે જંગ જામશે.

(3:28 pm IST)