Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

રાજકોટમાં હવે કોરોનાના વળતા પાણીઃ માત્ર ૩ દર્દીઓ

બપોર સુધીમાં એકપણ કોરોના કેસ નથીઃ કુલ ૪૨,૮૧૭ કેસ થયાઃ આજ દિન સુધીમાં ૪૨,૩૫૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

રાજકોટ તા. ૨૩: શહેરમાં કોરોનાં હવે લગભગ કાબુમાં આવી ગયો છે. હાલમાં શહેરમાં કોરોનાનાં ૩ દર્દીઓ સારવાર હેઠળ છે. આજે પણ બપોર ૧ર સુધીમાં એક પણ કેસ  નોંધાયો નથી.

 શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ આવતા છેલ્લા કેટલાક દિવસથી બપોર સુધીમાં '૦' કેસ નોંધાયો છે. આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૮૧૭ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૩૫૬ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૨૧૮૫ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૦કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૩,૮૭,૫૩૦ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૮૧૭ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૩.૦૯  ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૨ ટકા એ પહોંચ્યો છે. 

(2:58 pm IST)