Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

રવિરત્ન પાર્કમાં કાર પાર્કિંગ મામલે માથાકુટઃ લોકસાહિત્યકાર વચ્ચે પડ્યા

રાજકોટઃ શહેરના રવિરત્ન પાર્કમાં રાત્રે સરકારી કર્મચારી અને એક સરકારી કોન્ટ્રાકટર વચ્ચે કાર પાર્કિંગ મામલે ચડભડ થયા બાદ હાથોહાથની જામી પડી હતી. આ ઘટનાની તસ્વીરો સોશિયલ મિડીયામાં વારયલ થઇ હતી. કર્મચારી અને કોન્ટ્રાકટર વચ્ચે રાતે પાર્કિંગ મામલે ચડભડ થયા બાદ સરકારી કર્મચારીના ઓળખીતા રવિરત્ન પાર્કમાં આવ્યા હતાં અને કોન્ટ્રાકટરને બહાર બોલાવતાં ચડભડ થયા બાદ એક બીજા સામે ગરમાગરમી થઇ ગઇ હતી. એ વખતે ઝપાઝપી પણ થઇ ગઇ હતી. ત્યારે નજીકમાં રહેતાં લોકસાહિત્યકાર દેવાયતભાઇ ખવડ પણ દોડી આવ્યા હતાં. કોન્ટ્રાકટર તેમના મિત્ર હોઇ જેથી તેની મદદે તેઓ આવ્યાનું વિસ્તારમાં લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું. માથાકુટની પોલીસને પણ જાણ થયાનું કહેવાય છે.  જો કે આ મામલે કોઇપણ પ્રકારની પોલીસ ફરિયાદ થઇ નહોતી. ઘરમેળે સમાધાન થઇ ગયાનું કહેવાયું હતું. માથાકુટના દ્રશ્યોની તસ્વીરો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ હતી. દેવાયતભાઇ ખવડનો તેમના મોબાઇલ નં. ૯૩૨૭૧ ૯૪૯૪૪  ઉપર  સંપર્ક કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ એક વખત ફોન રિસીવ કરનારે થોડીવારમાં વાત કરાવુ છું...તેમ કહ્યા પછી સંપર્ક કરવામાં આવ્યો નહોતો. 

(2:57 pm IST)