Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

સગીરાની છેડતી અને પોકસોના ગુનામાં સામેલ ભરત સંઘાણી પાસામાં ધકેલાયો

એરપોર્ટ પોલીસે બજવણી કરી : વડોદરા જેલમાં ધકેલી દીધો

રાજકોટ તા. ૨૩ : એરપોર્ટ પોલીસ મથક હેઠળના વિસ્તારની સગીરાની છેડતી અને પોકસોના ગુનામાં સામેલ શખ્સને એરપોર્ટ પોલીસે પાસામાં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ એરપોર્ટ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં સગીરાની છેડતી અને પોકસોના ગુનામાં સામેલ ભરત મનસુખભાઇ સંઘાણી (ઉ.૨૨) (રહે. નવાગામ - બામણબોર)ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના પી.આઇ. આર.વાય.રાવલ, એ.એસ.આઇ. શૈલેષભાઇ, હેડ કોન્સ. રાજુભાઇ, ઇન્દ્રજીતસિંહ તથા રાહુલગીરીએ દરખાસ્ત કરતા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા એરપોર્ટ પોલીસ મથકના પી.આઇ. જી.એમ.હડીયા, પીએસઆઇ વી.સી.પરમાર, કોન્સ. પ્રવિણભાઇ તથા મુકેશભાઇ સહિતે ભરત મનસુખભાઇ સંઘાણીની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દેવાયો હતો.

(2:56 pm IST)