Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ગાંજા સાથે પકડાયેલ કાનાવડલા ગામના પરપ્રાંતિય શખ્સની જામીન અરજી રદ

જૂનાગઢ,તા. ૨૩: જૂનાગઢ જીલ્લાના વિસાવદર કાનવડલા ગામ ખાતે રહેલા આરોપી સુરેશ મેવારા ગુર્જરને એન.ડી.પી.એસ એકટની કમલ ૮ (સી), ૨૦ (બી), ૨ (બી),૨૯ મુજબ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી. ત્યારબાદ તેઓને કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે કરવામાં આવેલ. જેથી જામીન અરજી કરતા કોર્ટે જામીન પર છોડેલ છે.

એક કિલો પાંચમો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવેલ હોય જેથી પોલીસ અધિકારીઓએ બે રાહદારી પંચોને સાથે રાખી ઉપરોકત શંકાસ્પદ સ્થળે ઉપરોકત આરોપીઓ માદક પદાર્થના જથ્થા સાથે ઝડપાય જતા તેઓની વિરૂધ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તા. ૭/૭/૨૦૨૧ના રોજ એન.ડી.પી.એસ. એકટની કલમ ૮ (સી), ૨૦ (બી), ૨ (બી), ૨૯ મુજબનો ગુન્હો નોંધી લીધેલ અને આ કામના આરોપીઓની તપાસ કરતા સદરહું ગાંજાનો જથ્થો મુળ રાજસ્થાન ભીલવાડાનો રહેવાસી અને હાલ કાનવડલા ગામે તા. ભાયાવદર, જી. જૂનાગઢ વાળા સુરેશ મેવારામ ગુર્જર પાસેથી સદરહું ગાંજાનો જથ્થો મેળવેલ હોય જેથી પોલીસ દ્વારા આ કામના આરોપી સુરેશ મેવારામ ગુર્જરને અટક કરી કોર્ટમાં રજુ કરવામાં આવેલ હતો.

 ત્યારબાદ સ્પે. એન.ડી.પી.એસ. કોર્ટે રાજકોટ દ્વારા આરોપીને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ હતો ત્યારબાદ આ કામના આરોપી સુરેશ મેવારામ ગુર્વજર વતી રોકાયેલા એડવોકેટ દ્વારા નામ. સ્પે. એન.ડી.પી.એસની કોર્ટમાં જામીન અરજી ગુજારવામાં આવેલ હોય અને આરોપી વતી રોકાયેલા એડવોકેટ કરેલ દલીલો અને રજુ રાખેલ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ સિધ્ધાંતો તથા વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓ ધ્યાનમાં રાખી રાજકોટની સ્પે. એન.ડી.પી.એસ.ની કોર્ટે આરોપી સુરેશ મેવારામ ગુર્જરને આ ગુન્હાના કામ સબબ જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ.સભાડ, રણજીત બી. મકવાણા રોકાયેલા હતા. 

(2:56 pm IST)