Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

જંગલેશ્વર સર્વિસ સ્ટેશનની ઓરડીમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

ભકિતનગર પોલીસનો દરોડોઃ ૧ર હજારની રોકડ કબ્જે

રાજકોટ તા.ર૩ : જંગલેશ્વરમાં કોમ્યુનીટી હોલની સામે આવેલ શાહબાઝ સર્વિસ સ્ટેશનની ઓરડીમાં ભકિતનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જંગલેશ્વરમાં આવેલા સુમરા કોમ્યુનીટી હોલની સામે આવેલા શાહબાઝ સર્વિસ સ્ટેશનની ઓરડીમાં ભાડે રહેતો ઓસમાણ ઉર્ફે ઓસુગની ઇબ્રાહીમભાઇ માકડીયા જુગાર રમાડતો હોવાની  ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા તથા વિશાલભાઇ દવેને બાતમી મળતા દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ઓસમાણ ઉર્ફે ઓસુગની ઇબ્રાહીમભાઇ માકડીયા તથા જંગલેશ્વર અંકુર સોસાયટી શેરી નં.રનો મહેબુબ દાદુભાઇ રાઉના, નાનામવા રોડ, આર.એમ.સી.કવાર્ટર બ્લોક નં.૧૪-૧૭૭૮ના રફીક હુશેનભાઇ દલ, અંકુર સોસાયટી શેરી નં.૧ના ઇલ્યાસ હુસેનભાઇ કઇડા  તથા વિવેકાનંદનગર શેરી નં.૧૪ના હીરેન રસીકભાઇ આડેસરાને પકડી લઇ રૂ.૧ર૪પ૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. આ કામગીરી ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર.જે. કામળીયા, હેડ કોન્સ. રણજીતસિંહ મનરૂપગીરી, કોન્સ. વિશાલભાઇ, ભાવેશભાઇ, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ, હિતેન્દ્રસિંહ તથા રાજેશભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(10:38 am IST)