Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

રાત્રે રવિરત્ન પાર્કમાં કાર પાર્કિંગ મામલે જાણીતા લોક કલાકાર અને કોર્પોરેશનના કર્મચારી વચ્ચે મારામારી

છૂટાહાથની મારામારી અને હથિયાર પણ ઉલાળ્યા હોવાનું રહીશોનું કથન

રાજકોટ : રાત્રે શહેરના રવિ રત્નપાર્ક માં કાર પાર્કિંગ કરવા જેવી બાબતે માથકૂટ થયાનું જાણવા મળે છે મળતી વિગત મુજબ કર પાર્કિંગ કરવાના મામલે જાણીતા લોક કલાકાર અને કોર્પોરેશનના કર્મચારી વચ્ચે છૂટાહાથની મારામારી થઇ હતી આ મારામારીમાં હથિયાર પણ ઉલાળ્યું હોવાનું રહીશોનું કહેવું છે

વધુમાં મળતી વિગત મુજબ સરકારી કોન્ટ્રાક્ટરને માર માર્યો હોય તેમ જાણવા મળેલ છે

(12:41 am IST)