Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

જીલ્લા પંચાયત ચોકમાં 'આપ' દ્વારા ઉગ્ર દેખાવો

શિક્ષણ નહિ તો ફી નહિ : શાળાનો ખર્ચ સરકાર ભોગવે : માંગ

રાજકોટ,તા. ૨૩: આજ રોજ જિલ્લા પંચાયત ચોક ખાતે આમ આદમી પાર્ટીના શહેર પ્રભારી અજિતભાઈ લોખીલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પ્રમુખ રાજ ભા ઝાલા ની આગેવાની માં આમ આદમી પાર્ટી દ્વારા સરકાર પાસે વિદ્યાર્થીઓની ફી માફીની માંગ કરતા બેનરો પ્રદર્શિત કરવા નો કાર્યક્રમ યોજયો હતો. જેમાં અલગ અલગ સ્લોગન જેમ કે 'શિક્ષણ નહિ તો ફી નહિ'

'શાળા સંચાલકો નો નિભાવ ખર્ચ સરકાર ભોગવે '

'માસ્ક ન પહેરવા નો દંડ ૧૦૦૦ તો કરોડો ની ફી બાબત સરકાર ચૂપ કેમ? ' જેવા સૂત્રો પ્રદર્શિત કરી ફી માફી માટે સરકાર ને માંગણી કરેલ છે.

ઉપરોકત કાર્યક્રમ માં શિવલાલ ભાઈ પટેલ ( ઉપ પ્રમુખ રાજકોટ શહેર ),   મંત્રી દિલીપ સિંહ વાઘેલા,  યુવા પ્રભારી  નૈમિષ પાટડીયા, યુવા પ્રમુખ દેવાંગ ગજ્જર  મહિલા પ્રમુખ જુલી બેન લોઢિયા તેમજ ઈદુભા રાઓલ, પ્રભાતભાઈ હુંબલ,  રાહુલભાઈ ભુવા અને ઇતિરાજસિંહ જાડેજા દ્વારા અલગ અલગ ટીમો બનાવી કાર્યક્રમ યોજયી હતો.   સમગ્ર કાર્યક્રમ ની વ્યવસ્થા શહેર મહા મંત્રી દિવ્યકાંત ભાઈ કગરાણા એ  સાંભળી હતી.

(4:30 pm IST)