Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કોરોના વિશે રાત્રે ૧૦ કલાકે IMA ફેસબુક લાઈવ દરબારમાં ડો. જયેશ ડોબરીયા - ડો.જીગર પાડલીયા

કોરોનાની ગેરમાન્યતા તેમજ સચોટ માર્ગદર્શન માટે આઈએમએ રાજકોટનો કાર્યક્રમ

રાજકોટ, તા. ૨૩ : કોરોનાની સ્થિતિમાં હાલમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ અને સાચી માહિતી માટે રાજકોટમાં કોરોનાની સારવાર કરતા નિષ્ણાંત તબીબો દરરોજ રાત્રે ફેસબુક ઉપર લાઈવ માર્ગદર્શન આપી રહ્યા છે. આજે રાત્રે ૧૦ કલાકે ફેસબુક લાઈવ કાર્યક્રમમાં સૌથી વધુ કોરોના પોઝીટીવ દર્દીઓને સાજા કરનાર જાણીતા ક્રિટીકલ કેર નિષ્ણાંત સિનર્જી હોસ્પિટલના ડો.જયેશ ડોબરીયા અને ડો.જીગર પાડલીયા માર્ગદર્શન આપશે.

ઈન્ડીયન મેડીકલ એસોસીએશન રાજકોટ દ્વારા કોરોના સંબંધિત સમાજમાં ગેરમાન્યતાઓ અને કોરોનાની ઉપયોગી માહિતી માટે ફેસબુક લાઈવ પ્રોગ્રામમાં આઈએમએ લોક દરબાર યોજાય છે. જેને બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે.

કોરોનાની સ્થિતિમાં લોકોને સાચી અને સચોટ માહિતી મળે તે માટે આજે તા.૨૩ના રાત્રે ૧૦ કલાકે ડો. જયેશ ડોબરીયા અને ડો.જીગર પાડલીયા લોકોના પ્રશ્નોના ઉત્તર આપશે.

(3:41 pm IST)