Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

મ.ન.પા. દ્વારા ઘર આંગણે સારવાર ઉપલબ્ધ : ૧૩૦થી વધુ વાહનો કાર્યરત

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે શ્રેણીબધ્ધ સેવાઓ ચાલુ કરવામાં આવી છે. લોકોને સ્વાસ્થયની બાબતમાં દ્યરની બહાર ન નીકળવું પડે તે માટે મનપા દ્વારા ઘર આંગણે જ સ્વાસ્થ્ય લગત સેવાઓ ઉપલબ્ધ કરાવી છે, જેના માટે ૧૩૦ થી વધુ વાહનો દ્વારા પોતાના વિસ્તારમાં અને પોતાને ઘર આંગણે સેવા ઉપલબ્ધ કરાવી છે, અને વધુ સારવારની જરૂર પડે તો નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વિનામુલ્યે સારવાર કરાવી શકાય છે, લોકોએ બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું અને અન્ય લોકોના સંપર્કમાં ન આવવું તેમ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.મ્યુનિ. કમિશનરશ્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા ૫૦ ધનવંતરી રથ, ૨૩ સંજીવની રથ, ૧૮ '૧૦૪ સેવા'રથ અને ૩૬ થી વધુ કોવિદ – ૧૯ ટેસ્ટીંગ વ્હીકલ સહીત કુલ ૧૩૦ થી વધુ વાહનો કાર્યરત છે. મનપા દ્વારા કોરોના પોઝિટિવ દર્દી, હોમ કવોરેન્ટાઇનમાં રહેલ દર્દી, પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ લોકો, ઇમરજન્સી સારવાર, લક્ષણો ધરાવતા લોકોને ઘરે બેઠા વાહનો દ્વારા ઘર આંગણે સેવાઓ ઉપલબ્ધ કરાયેલ છે.

(3:36 pm IST)