Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ગાંજા સાથે પકડાયેલ આરોપીને રીમાન્ડ પર સોંપવા કોર્ટનો હુકમ

રાજકોટ, તા. ર૩ :  ગાંજા સાથે પકડાયેલ આરોપીને રિમાન્ડ ઉપર અદાલતે સોંપવાનો હુકમ કર્યો હતો.

કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકડી પાસે ન્યુ બજરંગ ઓટો ગેરેજ સામે રોડ ઉપર આરોપી ઇસમ અનીલભાઇ જીવાભાઇ પરસાણા રહે. કૈલાસધારા સોસાયટી રૈયા રોડ, વાળો ૪ કિલો થી વધુ માદક પદાર્થ ગાંજા સાથે પકડાયેલ તે આરોપીને રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવેલ અને સરકાર પક્ષે રિમાન્ડ અરજીની દલીતમાં સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયાએ રજુઆત કરેલ અને સરકાર પક્ષની રજુઆતને ધ્યાનમાં લઇ સેસન્સ અદાલતે આરોપીને એક દિવસના રીમાન્ડ પર સોંપવાનો હુકમ કરેલ છે.

(3:01 pm IST)