Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

આંબેડકરનગર ચોક પાસે જુગાર રમતા બે પકડાયા

ગંજીવાડામાં વરલીનો જુગાર રમાડતો હારૂન દલ ઝડપાયો

રાજકોટ, તા. ર૩ :  ગોંડલ રોડ પર આંબેકડરનગર ચોક પાસે માલવીયાનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ વી.કે. ઝાલા તથા ભાવેશભાઇ ગઢવી સહિત પેટ્રોલીંગ હતા ત્યારે બાતમીના આધારે ગોંડલ રોડ પર આંબેડકરનગર ચોકમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પ્રદીપ, પ્રવીણભાઇ સમાણી (ઉ.વ.૩ર) (રહે. સોરઠીયાવાડી શેરી નં. ૧) અને જયેશ ભીખુભાઇ ભટ્ટૃી (ઉ.વ.૩૮) (રહે. રામનાથપરા ભવાનીનગર શેરી નં.પ) ને પકડી લઇ રૂ. ૧૧,૯૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ. જી.એસ. ગઢવી તથા નરસંગભાઇ ગઢવી સહિતે બાતમીના આધારે ભાવનગર રોડ પર ગંજીવાડાના નાકા પાસેથી વરલી ફીચરનો જુગાર રમાડતા હારૂન આમદભાઇ દલ (ઉ.વ.પ૪) (રહે.ગંજીવાડા શેરી નં. ૧૬ને પકડી લઇ રૂ. ૧૬૩૦ની રોકડ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(2:58 pm IST)