Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

મહિલા વકીલોની જાતિય સતામણી રોકવા બાર કાઉન્સીલ દ્વારા મહિલા કમિટિની રચના

અધ્યક્ષસ્થાને યોગીનીબેન પરીખઃ રાજકોટના બિનલબેનનો પણ સમાવેશ

રાજકોટ તા. ર૩: બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની તા. ૧૧/૦૮/ર૦૧૯ના રોજ મળેલ સામાન્ય સભામાં થયેલ ઠરાવ અનુસાર પાંચ મહિલા કમીટીનું ગઠન કરવામાં આવેલ. જેમાં અધ્યક્ષ સ્થાને અમદાવાદના ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત કરતા એડવોકેટ શ્રીમતી યોગીનીબેન પરીખ, ધ્રાંગંધ્રાના એડવોકેટ શ્રીમતી ગોપીબેન રાવલ પાટના એડવોકેટ શ્રીમતી જયોત્સનાબેન નાય, રાજકોટના એડવોકેટ કુમારી બિનલબેન રવેશીયા તથા વડોદરાના એડવોકેટ જલ્પાબેન પંચાલનાઓની નિમણુંક કરવામાં આવેલ. જેમાં તમામ કોર્ટ-કેમ્પસ તેમજ ચેમ્બર્સ-ઓફીસમાં પ્રેકટીસ કરતા તમામ મહિલા-ધારાશાસ્ત્રીઓને થતી જાતીય સતામણી રોકવા/ડામવા મહિલા-ધારાશાસ્ત્રીઓને થતી જાતીય સતામણી રોકવા/ડામવા સર્વોચ્ચ અદાલત દ્વારા જારી કરેલ નિર્દેશો તેમજ ધારા-ધોરણ મુજબ ઠરાવેલ છે.

ઉપરોકત કમીટીમાં થયેલ નિર્દેષો મુજબ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની વેબસાઇટ પર "SHWP Committee" નું વેબ પેજ બનાવવામાં આવશે. જેમાં email-Id: bsgshwp@gmail.com પર જે તે મહીલા-ધારાશાસ્ત્રીઓ જાતીય સતામણી અંગે ફરીયાદ કરવા માંગતા હોય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ જે તે મળેલ ફરીયાદની ગુપ્તતા પણ જાળવવામાં આવશે.

(2:58 pm IST)