Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

વોર્ડ નં. ૧૮માં ૬ મહિનાથી ગંદકીયુકત પાણી આવે છેઃ કલેકટરને આવેદન પાઠવાયું

રાજકોટ તા. ર૩: જનતા રાજની મયુર જોષી, રવિભાઇ નથવાણી વિગેરેએ કલેકટરને આવેદનપત્ર આપી વોર્ડ નં. ૧૮ માં પીવાના પાણીની સમસ્યા અંગે રજુઆતો કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, વોર્ડ-૧૮ માં કોર્પોરેશનનું જે પાણી આવે છે જેમાં ખુબ જ ખરાબ વાસ આવે છે, ડોળ/ગંદકી યુકત પાણીની સપ્લાય આવે છે. આવા ખરાબ દુષિત પાણીથી ત્યાંના લોકોનાં સ્વાસ્થ્ય જોખમમાં છે. પાણી પુરતા પ્રમાણમાં ના મળતું હોવાની પણ રહીશોની રજૂઆત છે જેથી ત્યાં પાણી પૂરતા ફોર્સ સાથે સપ્લાય આપવામાં આવે. તેમજ છેલ્લા ૬ મહિનાથી આ સમસ્યા વિષે સ્થાનિકોએ અલગ અલગ કચેરીઓમાં રજૂઆત કરેલ છે છતાં આજ દિન સુધી કોઇ પગલા લેવાયેલ નથી, જેની આપ ગંભીર નોંધ લેશોને ઘટતું કરવા વિનંતી છે.

(2:55 pm IST)