Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ઓલ ઇન્ડીયા પ્રોફેશનલ કોંગ્રેસના ચેરમેનપદે કૈલાશભાઇ ગઢવી

રાજકોટ ચેરમેનપદે દિપક કરચલીયાની વરણી

રાજકોટ,તા.૨૩ : અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા નિર્મિત ઓલ ઇન્ડીયા પ્રોફેશનલ કોંગ્રેસ ગુજરાતના ચેરમેન ચાર્ટર એકાઉન્ટ કૈલાશભાઇ ગઢવી તથા રાજકોટના ચેરમેન તરીકે દીપકભાઇ કારચલીયાની નિમણુંક કરવામાં આવી છે.

દિપકભાઇ બેકરીનાં ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. પરજીયા સોની સમાજના આગેવાન છે. તેઓ સહકારી ક્ષેત્રે પણ કાર્યરત છે. આ બન્ને નિમણુંકને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અશોકભાઇ ડાંગર તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને ગુજરાત  પ્રદેશ કોંગ્રેસના અગ્રણી મહેશભાઇ રાજપૂત, પ્રદિપભાઇ ત્રીવેદી, જશવંતસિંહ ભટ્ટી તથા મુકેશભાઇ ચાવડા, આદિત્ય સિંહ ગોહેલ રાજદિપ સિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, તથા રાજકોટ કોંગ્રેસ મહિલા પ્રમુખ મનિષા બા વાળા, પ્રતિમાબેન વ્યાસ, પ્રફુલાબેન સોની, તથા કોર્પોરેટરઓ તથા જીજ્ઞેશભાઇ વાગડીયા, રજતભાઇ સંઘવી, અમિતભાઇ રવાણી, ભાર્ગવભાઇ પઢીયાર રાજકોટ શહેર કોંગ્રેસ સેલનાં ચેરમેન આશિષ સિંહ વાઢેર, યુનસભાઇ જુણેજા, જયપાલસિંહ રાઠોડ, મુંકુંદભાઇ ટાંક, સંજયભાઇ લાખાણી, નરેન્દ્રસિંહ સોલંકી, ભાવેશભાઇ પટેલ, અંકુરભાઇ માવાણી, નિલેષભાઇ પટેલ, નરેશભાઇ સાગઠીયા, રાજુભાઇ આમરણીયા, મહેશભાઇ પાસવાન, કાળુભાઇ ચુડાસમા જીજ્ઞેશભાઇ સબાડ, રોહિતભાઇ રાજપુત તથા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રવિણભાઇ મૈયડ મુકેશભાઇ પરમાર, મેહન્દ્રભાઇ શ્રીમાળી, ઘનશ્યામભાઇ મકવાણા તથા કાર્યકરોએ આવકારી શુભેચ્છા પાઠવી છે.

(2:55 pm IST)