Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

પ્રાણિક હીલિંગ પ્રયોગથી સંક્રમણનું જોખમ ઘટે

પ્રાણિક હીલિંગના નિષ્ણાંત નીલાબેન શાહ કહે છે કે, આ થેરાપીથી પ્રતિકારકશકિત વધે છે : કોરોનાના દર્દીઓ પર પણ પ્રયોગ કારગત નિવડ્યો

રાજકોટ, તા.૨૩: કોરોના સંક્રમણ વધી રહ્યું છે. હોસ્પિટલો ઉભરાઈ રહી છે. વૈકલ્પિક ચિકિત્સાના પ્રયોગો પણ ચાલી રહ્યા છે. મહામારીના સમયે પ્રાણિક હીલિંગના પ્રયોગો સફળ રહ્યા છે. પ્રાણિક હીલિંગ નિષ્ણાંત નીલાબેન શાહે એક મુલાકાતમાં જણાવ્યું હતું, કે પ્રણિક હીલિંગ સ્પર્શ કે દવા વગરની પદ્ધતિ છે. આ પદ્ધતિના પ્રયોગોથી પ્રતિકાર શકિત વધે છે અને અન્ય લાભો પણ થાય છે.

સામાન્ય-તંદુરસ્ત માણસ પ્રાણિક હીલિંગ લે તો કોરોના સંક્રમણનું જોખમ ૬૦ થી ૭૦ ઘટી જાય છે અને સંક્રમિત થાય તો પણ ઝડપથી રિકવરી થઇ શકે છે.

નીલાબેને જણાવ્યું હતું કે, અલગ-અલગ સ્થાનો પર ગુજરાતમાં કોરોનાના દર્દીઓ પર પ્રાણિક હીલિંગના પ્રયોગો થયા હતા, પચ્ચીસથી વધારે કેસ રિકવર થયા છે. જો કે તેઓ કહે છે કે હોસ્પિટલોમાં સારવાર ચાલુ હતી તેવા દર્દીઓ પર આ પ્રયોગો થયા હતા. એટલે કે અન્ય સારવાર સાથે પ્રણિક હીલિંગ આપી શકાય છે.

નીલાબેને જણાવ્યું હતું કે, રાજકોટમાં નેહાબેન દફતરી અને તેના પરિવારના ત્રણ સભ્યો સંક્રમિત થતા હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી, સાથે પ્રણિક હીલિંગ પ્રયોગો પણ કર્યા આ ત્રણે સભ્યો ઝડપથી રિકવર થઇને ઘેર પરત ફર્યા હતા.

કોરોનામાં ફેફસાં વધારે અસરગ્રસ્ત બને છે. પ્રાણિક હીલિંગમાં આ માટેના સ્પેશિયલ પ્રયોગો છે. પ્રણિક હીલિંગમાં દર્દીના શરીરને ટચ કર્યા વગર અને દવા વગરના પ્રયોગો થાય છે.

આ ફ્રેશ ઉર્જાના પ્રયોગો છે. દર્દીની ઉપસ્થિતી અનિવાર્ય નથી. નામ-ઉંમર-ફોટો-લોકેશન વગેરે જાણીને દર્દી સુધી ઉર્જા પહોંચાડી શકાય છે. રાજકોટમાં બેસીને વિશ્વના કોઇપણ ખૂણે આ પ્રયોગ શકય છે.

નીલાબેન કહે છે કે, અમે ડોકટર નથી, કોરોના અંગે નિદાન ન કરી શકીએ, પરંતુ દર્દીને જોતા ઇન્ફેકશન અંગેનો ખ્યાલ આવી શકે છે. નીલાબેનનો સંપર્ક મો. ૯૮૨૫૧ ૯૫૭૫૪, રિદ્ધિ ત્રિવેદી - મો. ૯૬૬૨૦૪૭૫૨૨, રૂતુલ - મો. ૯૦૩૩૫ ૨૯૯૬૦, બીરૂ - મો. ૯૯૧૩૫ ૪૧૨૨૬ પર થઇ શકે છે.

(2:54 pm IST)