Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સ્વામિનારાયણ ગુરૂકુલ ધૂન મંડળ દ્વારા ૧૦ વર્ષથી અવિરત વિનામૂલ્યે સેવા

માઇક-લાઇટ-સંગીત સાધનો અને પાથરણા પણ સાથે લઇને આવે

રાજકોટ, તા. ર૩ :  ચાલુ વર્ષે એક અધિક માસ છે. અધિક માસમાં કરેલ સદ્કાર્ય અધિક ફળ આપે છે. ત્યારે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાન તરફથી ગુરુવર્ય સદ્ગરુ મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની ઇચ્છા અને પ્રેરણાનુસાર કથાવાર્તા, ભજન-કીર્તન વગેરેના આયોજનનો વિવિધ ગુરૂકુલની શાખાઓ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટના ધુન-મંડળ છેલ્લા દશ વર્ષથી દરરોજ રાત્રે રાજકોટના વિવિધ સ્થળોએ રાત્રિના ૯ થી ૧૧ નિઃશુલ્ક ધૂન કરવા જાય છે. કોઇનો જન્મદિવસ હોય, લગ્નતિથિ હોય, કે સારો પ્રસંગ હોય અથવા કોઇની પૂણ્યતિથી હોય કે પરિવારમાં કોઇના અવસાનનો પ્રસંગ હોય તો ધૂન-મંડળના સભ્યો, માઇક, લાઇટ, સંગીતના સાધનો, બેસવા માટેના પાથરણાં લઇને પહોંચી જાય છે. જેને ઘેર ધુન હોય તેને ભગવાનની પ્રસાદી, સિવાય કોઇ જ ચિંતા નહીં કરવાની સારા નરસા પ્રસંગે અનુકુળતા અનુસાર ગુરુકુલથી સંતો પધારી કથા-વાર્તાનો લાભ આપતા હોય છે.

સ્વામીની આજ્ઞાનુસાર ધૂનમંડળના જે સભ્યોને અનુકુળતા હોય તેઓ અધિક માસમાં દરરોજ એક કલાક ભગવાનના નામની ધૂન કરે અને એ રીતે આખા માસ દરમિયાન ર૧૦૦ કલાકની ધૂન થાય કથા વાર્તા-વચનામૃત કવીઝ પોતાના ધંધામાંથી પરવારી પપ જેટલા સભ્યોના પરિવારે ધુન કરવાનું બીડુ ઝડપયું અને ર૧૦૦ નો ટાર્ગેટ તો એક જ દિવસે પુરો થઇ ગયો.  આજે ૮૬ જેટલા ભકતો દરરોજ એક કલાક ધૂન કરી લગભગ ર૭૦૦ કલાકની ધુન કરશે અને અધિક માસમાંંં અધિક ફળ પ્રાપ્ત કરવામાં યશભાગી બનશે એમ. રૂગનાથભાઇ દલસાણિયાની યાદીમાં જણાવાયુ઼ છે.

(2:52 pm IST)