Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

રાજકોટ માર્ગ - મકાન વિભાગમાં કોરોનાનો તરખાટ અધિક્ષક ઇજનેર સહિત ૭ ઇજનેરો કોરોનાની ઝપટે

રાજકોટ તા. ૨૩ : રાજકોટમાં કોરોના ધીમો પડયો તેવા અહેવાલો વચ્ચે આ કાળમુખાએ ગઇકાલે સાંજે એકીસાથે ૭ અધિકારીઓને ઝપટે લેતા આખી કચેરી બંધ કરવી પડી છે, અને તમામ અધિકારીઓને હોમ આઇસોલેશન કરાયાનું સાધનો ઉમેરી રહ્યા છે.

મળતી વિગતો મુજબ રાજકોટ માર્ગ - કાન વિભાગમાં કોરોનાએ તરખાટ મચાવ્યો છે. માર્ગ - મકાન વિભાગના અધિક્ષક ઇજનેર આર.સી.ચૌહાણ, મદદનીશ ઇજનેર જોષી, અધિક મદદનીશ ઇજનેર કરમટા, જિલ્લાના મદદનીશ ઇજનેર ડોબરીયા, જોગરાણા સહિત ૭ ઇજનેરો કોરોનાની ઝપટે ચડી ગયા છે, કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

અધુરામાં પુરૃં કાર્યપાલક ઇજનેર કામદારનો રીપોર્ટ પણ પોઝિટિવ આવતા આખી કચેરી હાલ ૨ દિ' બંધ કરાઇ છે. કચેરી સેનેટાઇઝ કરી સંપર્કમાં આવનારને હોમ કોરોન્ટાઇન કરાયા છે.

(12:52 pm IST)