Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

રિક્ષામાં બેસાડી મુસાફરોના ખિસ્સા કાપવાના ગુનાઓમાં સામેલ ભગવતીપરાનો અમિત પાસામાં

રાજકોટ તા. ૨૩: ભગવતીપરા-૩માં રહેતાં અને ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા અમિત રાજુભાઇ ડોડીયા (ઉ.વ.૨૩)ને પાસ તળે અમદાવાદ જેલમાં ધકેલી દેવાયો છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે દરખાસ્ત મંજુર કરતાં વોરન્ટ બજવણીની કાર્યવાહી થઇ હતી. આ શખ્સ અગાઉ મુસાફરોને રિક્ષામાં બેસાડી ચોરી કરવાના ત્રણ ગુનાઓમાં સંડોવાઇ ચુકયો છે. જેલમાંથી છુટતાં જ તેની સામે પાસાનું શસ્ત્ર અજમાવાયું છે. પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર.વાય.રાવલ, પીઆઇ એન. કે. જાડેજા, પીએસઆઇ એસ. વી. સાખરા, હેડકોન્સ. યોગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, પીસીબીના રાજુભાઇ દહેકવાડ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીરી ગોસ્વામીએ કામગીરી કરી હતી.

(12:51 pm IST)