Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

અમને રિક્ષામાં ઢોસા દેવા કેમ નહોતો આવ્યો? કહી કોૈશિકને ત્રણ શખ્સે પાઇપથી ફટકાર્યો

રેલનગરમાં બનાવઃ વરસાદ ચાલુ હોઇ યુવાને ઢોસા પલળી જાય તેમ હોવાથી ના પાડી હતીઃ તેનો ખાર રાખી કનકસિંહ, આશીફ અને અજાણ્યાનો હુમલો

રાજકોટ તા. ૨૩: બજરંગવાડીમાં રહેતાં ઢોસાના ધંધાર્થી યુવાનને રેલનગર પેટ્રોલ પંપ નજીક ઇશ્વરીયા જનરલ સ્ટોર પાસે ત્રણ શખ્સોએ અટકાવી 'અમને કેમ રિક્ષામાં ઢોસા આપવા નહોતો આવ્યો?' કહી ગાળો દઇ પાઇપથી માર મારતાં ફરિયાદ થઇ છે.

આ મામલે પ્ર.નગર પોલીસે બજરંગવાડી-૫માં રહેતાં અને શિવમ્ સાઉથ  ઇન્ડિયન નામે ઢોસાનો ધંધો કરતાં કોૈશિક અમરસિંહભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૩) નામના યુવાનની ફરિયાદ પરથી કનકસિંહ પરમાર, આશીફ અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે.

કોૈશિક પોતાનું એકટીવા જીજે૦૩ડીકે-૧૯૧૯ હંકારીને જતો હતો ત્યારે કનકસિંહ સહિતે વાહન ઉભુ રખાવી 'બે દિવસ પહેલા તારી દૂકાને અમે ઢોસા ખાવા આવ્યા ત્યારે તે અમને રિક્ષામાં ઢોસા આપવાની કેમ ના પાડી હતી?' તેમ કહેતાં કોૈશિકે વરસાદ ચાલુ હોઇ ત્યાં ઢોસા આપવા આવે તો વરસાદમાં ઢોસા પલળીજાય તેથી ના પાડી હતી તેમ કહેતાં ખાર રાખી ત્રણેયે ગાળો દઇ પાઇપથી માર મારી વાહનમાં પણ ઘા ફટકારી નુકસાન કર્યુ હતું. ત્યાં કોૈશિકનો ભાઇ કલ્પેશભાઇ અમરસિંહભાઇ આવી જતાં ત્રણેય હુમલાખોરો જતાં રહ્યા હતાં.

પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને માયાબેન સાટોડીયાએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(12:49 pm IST)