Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

દેશી-વિદેશી દારૂની ડ્રાઈવમાં ૫ દિ'માં ૭૮ દરોડામાં ૮૭ શખ્સો ઝડપાયા

ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિ અંગે પોલીસ કંટ્રોલ રૂમ નં. ૦૨૮૧-૨૪૫૭૭૭૭ અને ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશન નં. ૦૨૮૧-૨૪૪૪૧૬૫ ઉપર જાણ કરો

રાજકોટ, તા. ૨૩ :. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા દેશી અને વિદેશી દારૂ અંગે ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં પોલીસે છેલ્લા પાંચ દિવસમાં ૭૮ જગ્યાએ દરોડા પાડી ૮૭ શખ્સોને પકડી લઈ કાર્યવાહી કરાઈ હતી.

શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશનર સંદીપસિંહએ શહેરમાં દેશી-વિદેશી દારૂની બદીને નાબુદ કરવા માટે ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં શહેરના ૧૨ પોલીસ મથકમાં અલગ અલગ કુલ ૩૬ ટીમો બનાવવામાં આવી હતી અને તેમાં ૪૨ અધિકારીઓ સહિત ૩૨૫ પોલીસ કર્મચારીઓ ટીમમાં સામેલ હતા. છેલ્લા પાંચ દિવસમાં પોલીસ અલગ અલગ ૭૮ જગ્યાએ દરોડા પાડી ૮૭ શખ્સોને પકડી લીધા હતા. જેમાં દેશી દારૂના ૬૧ કેસો તેમજ વિદેશી દારૂના ૧૭ કેસોમાં રૂ. ૫,૦૮,૨૪૦ની દારૂની બોટલો કબ્જે કરી હતી. તેમજ ૩૫ શખ્સો સામે અટકાયતી પગલા લેવાયા હતા. જો કોઈને શહેરમાં આ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી હોવાની માહિતી મળે તો પોલીસ કંટ્રોલ રૂમ ફોન નંબર ૦૨૮૧-૨૪૫૭૭૭૭ તેમજ ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશન ફોન નં. ૦૨૮૧-૨૪૪૪૧૬૫ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:38 pm IST)
  • હ્યુસ્ટનમાં હાઉડી મોદી : પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું તમે સપરિવાર સાથે ભારત આવો અને અમને તમારું સ્વાગત કરવાની તક આપો access_time 1:05 am IST

  • પોરબંદરમાં ભારેબપોરે ધોધમાર અડધાથી પોણો ઇંચ વરસાદ ખાબક્યો : રસ્તાઓમાં નદીઓ વહી : રાણાવાવ અને કુતિયાણામાં વરસાદી ઝાપટા : વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 6:44 pm IST

  • હાઉડી મોદીના મંચ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ સામેની લડાઇમાં ભારતને ખુલ્લું સમર્થન આપ્યું : ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વગર જણાવ્યું કે ઇસ્લામિક આતંકવાદીઓ સામે ભારત અને અમેરિકા એકજૂટ થઇને લડશે. access_time 1:03 am IST