Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

કરણસિંહજી હાઇસ્કુલમાં ઐતિહાસિક મ્યુઝિયમ બનશે

મ્યુ.કોર્પોરેશન દ્વારા હેરીટેજનો વધુ એક પ્રોજેકટઃ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ચર્ચા

રાજકોટ તા.ર૩ : શહેરમાં વર્ષો જુની કરણસિંહજી હાઇસ્કુલમાં ઐતિહાસીક મ્યુઝિયમ બનાવવાનો પ્રોજેકટ મ્યુ.કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યો.

આ અંગે સતાવાર પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઐતિહાસીક વારસાસમી કરણસિંહજી હાઇસ્કુલમાં મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય રાજય સરકાર કક્ષાએથયો છે જે અનુસંધાને ગઇકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે રાજકોટના મેયર સહીતના પદાધિકારીઓની બેઠક ચર્ચા - વિચારણા થઇ હતી.

જાણવા મળ્યા મુજય કરણસિંહજી હાઇસ્કુલમાં જે મ્યુઝિયમ બનાવવામાંઆવશે તેમાં સૌરાષ્ટ્રના રજવાડાઓના ઐતિહાસીક વારસા સમાન દસ્તાવેજો ત્થા રજવાડાઓની ઐતિહાસીક વસ્તુઓ મુકવાનો પ્રોજેકટ છે.

જો કે આ મ્યુઝિયમમાં રજવાડાઓની વસ્તુઓ મુકવા માટે રજવાડઓ મંજુરી આપે તો આ પ્રોજેકટ સાકાર થઇ શકે તેમ છે. અન્યથા આ સ્થળને માત્ર ઐતિહાસિક સ્થળ તરીકે વિકસાવવાનું આયોજન છે.

(3:38 pm IST)