Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

સુરસંસાર આવતા શુક્રવારે યાદગાર ગીતો પીરસશે

મુંબઇના ગાયક આનંદ પલવનકર અને દેશ પાંડે સુરપ્રેમીઓને ડોલાવશે

રાજકોટઃ તા.૨૩, જુની ફિલ્મોના ગીતો માટે રાજકોટની ગુજરાતની અગ્રણી સંસ્થા ''સુરસંસાર'' છેલ્લા ૨૫ વર્ષ થયા અડીખમ રહી આગેકુચ કરી રહી છે. આ સંસ્થાનો ૨૫માં વર્ષનો ૩જો કાર્યક્રમ-સળંગ ૧૪૭મો કાર્યક્રમ તા.૨૭મી સપ્ટેમ્બર શુક્રવારે શ્રી હેમુગઢવી નાટયગૃહમાં રજુ થવાનો છે.

વૈવિધ્ય સભર જુના ગીતો ૧૯૪૦ થી ૧૯૮૦ના દાયકાઓના હોય છે. શ્રેષ્ઠ ગાયકો અને નિપુણ વાદ્યવૃંદ દરેક કાર્યક્રમમાં રજુ કરવાએ સુરસંસારનું ધ્યેય છે. ''સુરસંસાર'' ની વિશેષતાના કારણે ઓડીયન્સ દર વર્ષે હાઉસફુલ હોય છે. ચાલુ વર્ષે સુર-સંસારના ૧૦૪૦ પેઇડ સહભાગીઓ છે. તેઓ શ્રેષ્ઠને બિરદાવવા દરેક કાર્યક્રમને દિલથી માણે છે.

તા.૨૭નો કાર્યક્રમ બંગાળના ઉતમોતમ હિરલાઓના યોગદાનના નિચોડે-સમ છે. મુંબઇના હરફનમૌલા અને પ્રસિધ્ધ ગાયક શ્રી આનંદ પલવનકર અને ગીત-સંગીત સમાત્રીસમ શ્રીમતી પ્રણિતા દેશપાંડે વૈવિધ્ય-સભર ગીતોની સ્ક્રીપ્ટ સ્ટેજ પર જીવંત કરશે.

સંગીતવૃંદ વડોદરાના શ્રી જીજ્ઞેશ પટેલ અને સાથીદારોનું છે. બીજુ સંગીતવૃદ બને એવુ સુર-સંસારનું કોરસવૃંદ જરૂરે ગીતો અને સંગીતમાં પ્રાણ પુરશે.

આવતા વર્ષે ૨૦૨૦-૨૧ માટે મેમ્બર બનવા માગતા રસિક જનો ફોન નં.(૦૨૮૧) ૨૫૭૭૫૬૩નો તા.૧/૧૦/૧૯ પછી સંપર્ક ફરી પ્રતિક્ષા યાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

(3:37 pm IST)