Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

બગીચાઓમાં મર્યાદા લોપાય તેવું વર્તન કરતા કપલ પર પોલીસની તવાઇઃ છોકરા-છોકરીઓ રેલીંગ ઠેકી ભાગ્યા!

કાલાવડ રોડ આત્મીય કોલેજ પાસે, યુનિવર્સિટી કેમ્પસ, સત્ય સાઇ રોડના ગાર્ડન, લવ ટેમ્પલ પાસેના બગીચામાં ક્રાઇમ બ્રાંચની ટૂકડીઓ ત્રાટકીઃ કેટલાકને ઉઠબેસ કરાવાઇઃ એક ગૃહિણીએ કહ્યું-અમે બગીચા તરફ જોઇ પણ શકતા નથી

રાજકોટઃ ઘરેથી કોલેજ, કલાસીસ કે શાળામાં ભણવા જઇ રહ્યાનું કહીને નીકળતાં અમુક છોકરા-છોકરીઓ શહેરભરના અલગ-અલગ બાગ બગીચાઓમાં પહોંચી જઇ લોકોની મર્યાદા લોપાય તેવું વર્તન જાહેરમાં કરતાં જોવા મળે છે. પોલીસ સમયાંતરે દરોડો પાડી ચેતવણી આપે છે અને જરૂર જણાયે છોકરા-છોકરીઓના વાલીઓને બોલાવે છે. શહેરમાં એવા ઘણા બગીચાઓ છે જે રહેણાંક વિસ્તારની વચ્ચોવચ્ચ આવેલા છે. આવા બગીચાઓમાં સવારથી જ કપલ્સની આવ-જા શરૂ થઇ જાય છે. શાંતિથી બેસીને ગોષ્ઠીઓ કરે તેની સામે કોઇને વાંધો નથી હોતો. પરંતુ ઘણીવાર આવા કપલ્સ મર્યાદા નેવે મુકી ભાન ભુલી બગીચામાં જાહેરમાં જ છાનગપતીયા શરૂ કરી દે છે. આશિકી ફિલ્મમાં છત્રી ઓઢીને હીરો-હિરોઇને જે દ્રશ્ય આપ્યું હતું તેવા દ્રશ્યો ચુંદડીની આડમાં સર્જાય છે. આ કારણે આસપાસના રહેવાસીઓ બગીચામાં વોકીંગ કરવા તો ઠીક એ બાજુ જોવામાં પણ  શરમ અનુભવવા માંડે છે. ખાસ કરીને ગૃહિણીઓની હાલત કફોડી થઇ જાય છે. આ મામલે ફરિયાદો ઉઠતાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપ સિંહ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી જયદિપસિંહ સરવૈયાએ બગીચાઓમાં ઓચિંતુ ચેકીંગ કરવા સુચના આપતાં પીએસઆઇ અતુલ એસ. સોનારા, પીએસઆઇ પી.એમ. ધાખડાની ટીમો અલગ-અલગ બગીચાઓમાં ત્રાટકી હતી. કાલાવડ રોડ આત્મીય કોલેજ પાસેના બગીચામાં, સત્ય સાઇ હોસ્પિટલવાળા રોડ પરના બગીચામાં, યુનિવર્સિટી કેમ્પસના બગીચામાં, લવ ટેમ્પલ પાસેના બગીચામાં તથા અન્ય બગીચામાં ટૂકડીઓ ઓચીંતી ત્રાટકતા અનેક છોકરા-છોકરીઓ અસ્તવ્યસ્ત હાલતમાં નજરે પડ્યા હતાં. પોલીસને ઓચિંતી આવતી જોતાં અમુક છોકરા-છોકરીઓ રેલીંગ ઠેંકીને ભાગી છુટ્યા હતાં. અમુક બાબુડીયાઓને પોલીસે પકડી લઇ કાન પકડાવી ઉઠક બેઠક કરાવી હતી. કેટલાકે પોતે માત્ર વાંચન માટે આવ્યાની દલીલો કરી હતી. તો કેટલાકે બેસવા આવ્યાનું પોલીસને કહ્યું હતું. ભણવાના સમયે અહિ શું કરો છો? તેવા પોલીસના સવાલો સામે મોટા ભાગના ગેંગેં-ફેંફેં થઇ ગયા હતાં. તમામને કડક સુચના આપવામાં આવી હતી. તસ્વીરોમાં પોલીસ કાર્યવાહી અને છોકરા-છોકરીઓ ભાગ્યા તે સહિતના દ્રશ્યો જોઇ શકાય છે. એક ગૃહિણીએ ઘર નજીક બગીચામાં કેવા-કેવા દ્રશ્યો સર્જાય છે તેની માહિતી આપી પોલીસની આ કામગીરીને બિરદાવી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:37 pm IST)
  • કાશ્મીરમાં મંદિરો મામલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ ૫૦ હજાર બંધ મંદિરના કપાટ ખોલાશેઃ કેન્દ્ર સરકારના સર્વે બાદ બંધ શાળાઓને પણ ખોલાશેઃ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિશન રેડ્ડીનું નિવેદન access_time 4:09 pm IST

  • હ્યુસ્ટનમાં હાઉડી મોદી : પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું તમે સપરિવાર સાથે ભારત આવો અને અમને તમારું સ્વાગત કરવાની તક આપો access_time 1:05 am IST

  • ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપીને નરેન્દ્રભાઈએ જોખમી પગલુ ભર્યુ? નવી દિલ્હી : અમેરિકામાં 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોખમી પગલુ ભર્યાનું ચર્ચાઈ રહ્યુ છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી હારી જાય તો નરેન્દ્રભાઈ માટે પરિસ્થિતિ ખૂબ જ કઠીન બની જશે. નવા રાષ્ટ્રપતિ સાથે સંબંધ બાંધવામાં તેમને ઘણી પરીક્ષાઓનો સામનો કરવો પડશે તેવુ રાજકીય પંડિતો માની રહ્યા છે. access_time 5:39 pm IST