Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

કેમ મારા પગ ઉપર બાઇક ચડાવી દીધું?... કહી હસમુખ ચોૈહાણ અને પિત્રાઇ નિરંજન પર હુમલો

નાના મવા સર્કલના પેટ્રોલ પંપ પાસે બૂલેટસ્વાર સહિતનો વણકર બંધુ પર હુમલો

રાજકોટ તા. ૨૩: નાના મવા રોડ રાજનગર ચોક પાસે મેઘમાયાનગરમાં રહેતાં અને એમઆર (મેડિકલ રિપ્રેઝન્ટેટિવ) તરીકે કામ કરતાં હસમુખ રવજીભાઇ સોલંકી (વણકર) (ઉ.૨૩) તથા તેના પિત્રાઇ ભાઇ નિરંજન નાનજીભાઇ સોલંકી (ઉ.૨૯) પર નાના મવા સર્કલ પાસેના એચપી પેટ્રોલ પંપ નજીક હતાં ત્યારે અજાણ્યા શખ્સોએ ઢીકા-પાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.  હસમુખના કહેવા મુજબ પોતે પિત્રાઇ ભાઇના બાઇક પાછળ બેસી પેટ્રોલ પુરાવવા ગયો હતો. ત્યાંથી બંને ભાઇ બહાર નીકળ્યા ત્યારે ત્યાં બૂલેટ પર એક શખ્સ હોઇ તેને સ્હેજ અડી જતાં તેના ચાલકે 'કેમ મારા પગ ઉપર વ્હીલ ચડાવી દીધું?' તેમ કહી ગાળો ભાંડતા તેને સમજાવતાં અને પગને સ્હેજ અડ્યું જ છે તેમ કહેતાં બીજા શખ્સો ભેગા થઇ ગયા હતાં અને બધાએ મળી હુમલો કર્યો હતો. (૧૪.૯)

 

(1:02 pm IST)
  • પોરબંદરમાં ભારેબપોરે ધોધમાર અડધાથી પોણો ઇંચ વરસાદ ખાબક્યો : રસ્તાઓમાં નદીઓ વહી : રાણાવાવ અને કુતિયાણામાં વરસાદી ઝાપટા : વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 6:44 pm IST

  • કાશ્મીરમાં મંદિરો મામલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ ૫૦ હજાર બંધ મંદિરના કપાટ ખોલાશેઃ કેન્દ્ર સરકારના સર્વે બાદ બંધ શાળાઓને પણ ખોલાશેઃ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિશન રેડ્ડીનું નિવેદન access_time 4:09 pm IST

  • પોરબંદર બંદરે ત્રણ નંબરનું સિંગ્નલ લગાડયું : માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના : સુરક્ષા એજન્સીઓને સતર્ક કરાઈ : આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને ભારે પવન ફુંકાવવાની શકયતા access_time 6:42 pm IST