Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

'છેલ્લો દિવસ' ફેઇમ અભિનેત્રી જાનકીના હસ્તેે ઉમિયા મોબાઇલમાં સેમસંગ નોટ-૧૦ ફોનનું લોન્ચીંગ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'સમાધાન'નો માર્ગ દેખાડનારા હોય છે, પણ મને એવા કોઇ મળ્યા નથીઃ જાનકી બોડીવાલાઃ વેબ સિરીઝમાં કામ કરવાની પણ જાનકીની ઇચ્છાઃ પત્રકાર પરિષદમાં ઉમિયા મોબાઇલના કિશોરભાઇ, બંટીભાઇ અને ગિરીશભાઇની ખાસ ઉપસ્થિતિઃ ટુંક સમયમાં સોૈરાષ્ટ્ર-ગુજરાતમાં નવા શો રૂમ શરૂ કરવામાં આવશે

રાજકોટ તા. ૨૩: 'ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોમ્પ્રોમાઇઝથી તમને કામ આપનારા વીસેક ટકા જેવા લોકો હોય છે, પરંતુ મને એવા કોઇ લોકો આજ સુધી મળ્યા નથી...મારે ભવિષ્યમાં વેબ સિરીઝ કરવાની ઇચ્છા છે, ફિલ્મ લાઇનમાં આવવાનો પહેલેથી કોઇ ઇરાદો નહોતો. અચાનક ઓડિશન આપ્યું અને મને છેલ્લો દિવસ જેવી સુપરહિટ ફિલ્મ મળી ગઇ'...આ વાત ગુજરાતી ફિલ્મની અભિનેત્રી જાનકી બોડીવાલાએ રાજકોટ ઉમિયા મોબાઇલ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કરી હતી.

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મોબાઈલની દુનિયામાં સૌથી વિશ્વનીય નામ ધરાવતું જૂથ ઉમિયા મોબાઇલ પ્રાઇવેટ લિમિટેડના રાજકોટના એસ્ટ્રોન રોડ શો રૂમ પર સફળ ગુજરાતી ફિલ્મ 'છેલ્લો દિવસ'ના પ્રખ્યાત અભિનેત્રી જાનકી બોડીવાલાએ ઉપસ્થિત રહી સેમસંગ બ્રાન્ડના મોબાઈલ ધારકો સાથે ખુશી વ્યકત કરી હતી. જાનકીના હસ્તે સેમસંગ કંપની દ્વારા સેમસંગ નોટ-૧૦ ફલેગશીપ મોબાઈલ લોન્ચ કરવામાં આવ્યો હતો. મોબાઈલ ખરીદનાર અનેક કસ્ટમરોની સાથે એકટ્રેસ જાનકી બોડીવાલાએ વાતચીત કરી હતી અને મોબાઈલ અંગે ફીડબેક લીધા હતા અને કસ્ટમરો સાથે શેર કર્યા હતા. પત્રકારો સાથેની વાતચીતમાં જાનકીએ જણાવ્યું હતું કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનું ભવિષ્ય ચોક્કસપણે ઉજ્જવળ છે. હાલમાં જ બે ફિલ્મોને એવોર્ડ પણ મળ્યા છે. જાનકીએ એક સવાલનો જવાબ આપતાં એમ પણ કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'સમાધાન'નો માર્ગ દેખાડી તમને કામ અપનાવનારા વીસેક ટકા લોકો હોય છે , પરંતુ મને આવા કોઇ લોકોનો અનુભવ થયો નથી.

જાનકી બોડીવાલાએ ઉમિયા મોબાઈલ શો રૂમ ની મુલાકાત પણ લીધી હતી અને રાજકોટમાં સૌથી વિશાળ અને સૌથી આલિશાન શોરૂમ અને ખાસ કરીને કસ્ટમરો સાથેની આત્મીયતાને વિશેષ બિરદાવી હતી. ઉમિયા મોબાઈલ પ્રાઇવેટ લિમિટેડના કિશોરભાઈ, બંટી ભાઈ પટેલ અને ગીરીશભાઇ જણાવ્યું હતું કે આજે અમારા માટે ખુશીનો દિવસ છે કે સુવિખ્યાત અભિનેત્રી જાનકી બોડીવાલા અમારા શોરૂમપર પધાર્યા છે. તેણે અમારા તરફથી ડેકોરેટ કરવામાં આવેલા એસ્ટ્રોન ચોકની પણ વિઝીટ લીધી હતી અને કંપનીના લોકભાગીદારીના પ્રયત્નોને પણ બિરદાવ્યા હતા.

જાનકીએ સેમસંગ નોટ ૧૦ ફલેગશીપના ગ્રાહકો સાથે પણ તેમણે  વાતચીત કરીને શોરૂમ અને ગ્રાહકો વચ્ચેના નાતાને બિરદાવ્યો હતો અને ગ્રાહકોને અનેક સવાલના જવાબો પણ આપ્યા હતા અને તેમની આગામી ફિલ્મ વિશેે અને કારકિર્દી વિશે પણ વાતચીત કરી હતી અને સાથોસાથ શા માટે તેમને પણ સેમસંગ નોટ ૧૦ ફલેગશીપ પસંદ છે તેની વાતો પણ તેમને કરી હતી. 

પત્રકાર પરિષદને જાનકીએ સંબોધી હતી અને પત્રકારોના સવાલોનાં જવાબ આપ્યા હતા. જાનકીએ પોતાને વેબ સિરીઝ કરવી છે તેવી ઇચ્છા પણ દર્શાવી હતી. આ પ્રસંગે ઉમિયા મોબાઈલ પ્રાઇવેટ લિમિટેડના કિશોરભાઈ, બંટીભાઈ અને ગીરીશભાઈ પટેલ ખાસ વાચતીત કરી હતી. પત્રકાર પરિષદનું આયોજન વાઇકિંગ એડના સંદીપ ગોહેલ અને એસ પી મીડિયાના સુરેશ પારેખે કયું હતું.

ઉમિયા મોબાઈલ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટમાં ગોંડલ રોડ, એસ્ટ્રોન રોડ, પંચાયત ચોક, શાપર અને જામનગરમાં શોરૂમ ધરાવે છે અને ટૂંક સમયમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતરમાં વધુ શો રૂમ શરૂ કરવા જઈ રહી છે. કંપની હાલ દેશની તમામ મુખ્ય બ્રાન્ડના મોબાઈલ અને ટેલિવિઝન અને ઓડિયો સિસ્ટમનું વેંચાણ કરવામાં સક્રિય છે. તસ્વીરમાં અભિનેત્રી જાનકીની લાક્ષણિક અદા, ઉમિયા ટેલિકોમના સંચાલક તથા સુરેશ પારેખ સહિતના જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(12:07 pm IST)