Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

સતત બીજા દિવસે 'દેશી'ના ધંધાર્થીઓ પર પોલીસની ધોંસઃ ૨૦ દરોડામાં ૧૭ પકડાયાઃ હજારો લિટર દારૂના આથોનો નાશ કરાયો

ડીસીપી રવિકુમાર સૈની-ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં તમામ પોલીસ મથક અને ક્રાઇમ બ્રાંચની ટીમોના દરોડા

રાજકોટઃ ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપસિંહ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે.એચ. સરવૈયા તથા એસીપી એચ.એલ. રાઠોડ, એસીપી એસ.આર . ટંડેલની સુચના અને રાહબરીમાં રવિવારે સવારે થોરાળા પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં દેશી દારૂની મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. કુબલીયાપરા, ચુનારાવાડ, રાજમોતી મીલ પાછળના વિસ્તારમાં સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતાં. રવિવારે સાંજે પણ યુનિવર્સિટી પોલીસ તથા ક્રાઇમ બ્રાંચે અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડતાં દેશીના ધંધાર્થીઓમાં નાશભાગ મચી ગઇ હતી. આજે બીજા દિવસે સવારે પણ યુનિવર્સિટી પી.આઇ. એ.એલ. આચાર્ય અને ટીમે રૈયાધાર, રૈયા ગામ, કિડની હોસ્પિટલ પાછળના ઝૂપડપટ્ટી વિસ્તારમાં તેમજ લક્ષ્મીના ઢોળા વિસ્તારમાં દરોડા પાડ્યા હતાં અને જુના બૂટલેગરોને ચેક કર્યા હતાં. રૈયા ગામ, રૈયાધાર અને કિડની હોસ્પિટલ પાછળ ત્રણ કેસ કરાયા હતાં. ૧૨ નિલ રેઇડ કરવામાં આવી હતી. ગઇકાલે પોલીસે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી ૨૨૦૦ લિટર દારૂના આથાનો નાશ કર્યો હતો. તેમજ ૨૦૦ લિટર દારૂ કબ્જે કર્યો છે. અખાધ્ય ગોળના ૧૮ ડબ્બા, પ્લાસ્ટીકની બેગ પાંચ લિટરની ૧૫ કબ્જે કર્યા હતાં. આ ઉપરાંત ત્રણ કેસ દાખલ કરી સિતારામ ધીરુ મકવાણા, ચાંદની વિરૂ સોલંકી અને ગોવિંદ માધુ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. કુલ દારૂ ૨૦૦ લિટર રૂ. ૪ હજારનો કબ્જે કરાયો હતો.

ગત રાતથી આજ સુવાર સુધીમાં દારૂના દરોડા પાડવામાં આવ્યા તેની વિગત જોઇએ તો કલ્યાણ સોસાયટીમાંથી આકાશ લખનભાઇ જાદવને રૂ. ૬૦ના, વેલનાથપરા રોડ શોૈચાલય પાસેથી અરૂણ વિરજીભાઇ પાથરને રૂ. ૨૦૦ના, નવા થોરાળા મેઇન રોડ પરથી સુરેશ રવજીભાઇ બાંભણીયાને રૂ. ૧૦૦ના, જંગલેશ્વર રોડ પર સ્મશાન પાસેથી રાજેશ નાથાભાઇ સોલંકી (ઉ.૩૫-રહે. કુબલીયાપરા)ને છકડો રિક્ષા જીજે૧૮ટી-૨૩૦૩માં રૂ. ૧૨૦૦નો ૬૦ લિટર દારૂ રાખી નીકળતાં પકડી લેવાયો હતો. તેમજ જંગલેશ્વર રાધાકૃષ્ણનગર-૧૩ના ખુણેથી એઝાઝ અનવરભાઇ અજમેરીને રૂ. ૧૦૦ના, કોઠારીયા આણંદપરમાંથી મોહન જેસીંગભાઇ જખાણીયાને રૂ. ૨૨૦ના,  કુવાડવા જીઆઇડીસીમાંથી વિજુબેન છેલા માથાસુરીયાને રૂ. ૧૪૦ના, લાપાસરી રોડ પરથી વિનોદ વરજાંગભાઇ દસાડીયાને રૂ. ૧૦૦ના, કોઠારીયા સોલવન્ટ શિતળાધાર પાસેથી રઝીયા ઇબ્રાહીમ દોઢીયા અને ગોવિંદ વિરચંદ સોલંકીને રૂ. ૧૦૦ના, માંડા ડુંગર ભીમરાવનગર પાસેથી આશિફ યુનુસભાઇ કુરેશીને રૂ. ૧૦૦ના, સરધારમાંથી પ્રફુલ ઉર્ફ ઉંધીટોપી મનસુખ પરમારને રૂ. ૬૦ના દારૂ સાથે પકડી લેવાયા હતાં. કોઠારીયા સોલવન્ટ રેલ્વે પાટા પાસે પોલીસને જોઇ રોહિત વાજલીયા રૂ. ૧૦૦નો દારૂ મુકી ભાગ્યો હતો. એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાંથી ગંગા હસુભાઇ વાઘેલાને રૂ. ૩૪૦ના, કીટીપરામાંથી જ્યોત્સના બિપીન કુંવરીયાને રૂ. ૪૦ના, છોટુનગર ઝુપડપટ્ટી પાસેથી વનિતા રવિ વાજેલીયાને રૂ. ૩૦૦ના, નિરવ ધારશીભાઇ વાજલીયાને રૂ. ૮૦૦ના અને મોટા માવ પાછળ મફતીયાપરામાંથી બેનાભાઇ ધીરૂ મદુરીયાને રૂ. ૬૦ના, રસુલપરા-૬ના ખુણેથી અજીત જુસબભાઇ ઠેબાને રૂ. ૧૨૦ના, પુનિતનગર પાસે વૃંદાવનનગરમાંથી શકિતસિંહ મહિપતસિંહ ઝાલાને રૂ. ૮૦ના, મોટા મવા શનિવારી ભરાય છે તે વોંકળા કાંઠેથી હકુબેન બેના મદુરીયાને રૂ. ૧૨૦ના દેશી દારૂ સાથે પકડી લેવાયા હતાં. ક્રાઇમ બ્રાંચની ટીમો તથા તમામ પોલીસ મથકની ટીમોએ દરોડાની કાર્યવાહી કરી હતી.  દારૂ બનાવવામાં વપરાતા સડેલા ગોળના ડબ્બાઓ ગટરો, વોંકળાઓમાં છુપાવી રખાયા હતાં તે શોધી કાઢી પોલીસે નાશ કર્યો હતો. જેની પાસે દારૂ મળ્યો તેની સામે કાર્યવાહી કરી હતી. દરોડાની કાર્યવાહીના દ્રશ્યો તસ્વીરોમાં જોઇ શકાય છે.(૧૪.૬)

(12:04 pm IST)
  • હાઉડી મોદીમાં વડાપ્રધાને કાશ્મીરનો કર્યો ઉલ્લેખ : કહ્યું -આર્ટિકલ 370ના કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસ અને સમાન અધિકારોથી વંચિત રાખ્યા હતા. જેનો ફાયદો આતંકવાદી અને અલગાવવાદી તાકાત ઉઠાવતી હતી access_time 1:04 am IST

  • પોરબંદર બંદરે ત્રણ નંબરનું સિંગ્નલ લગાડયું : માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના : સુરક્ષા એજન્સીઓને સતર્ક કરાઈ : આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને ભારે પવન ફુંકાવવાની શકયતા access_time 6:42 pm IST

  • ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપીને નરેન્દ્રભાઈએ જોખમી પગલુ ભર્યુ? નવી દિલ્હી : અમેરિકામાં 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોખમી પગલુ ભર્યાનું ચર્ચાઈ રહ્યુ છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી હારી જાય તો નરેન્દ્રભાઈ માટે પરિસ્થિતિ ખૂબ જ કઠીન બની જશે. નવા રાષ્ટ્રપતિ સાથે સંબંધ બાંધવામાં તેમને ઘણી પરીક્ષાઓનો સામનો કરવો પડશે તેવુ રાજકીય પંડિતો માની રહ્યા છે. access_time 5:39 pm IST