Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

શનિવારે યોજાઇ દારૂની ડ્રાઇવઃ૧૩ સ્થળે દરોડા

રાજકોટઃ શનિવારે પોલીસે દારૂની ડ્રાઇવ યોજી દરોડા પાડ્યા હતાં. ૧૩ દરોડામાં ૧૦ પકડાયા હતાં. ત્રણ દારૂ ફેંકી ભાગી ગયા હતાં.

શાસ્ત્રી મેદાન અંદર જાહેર શૌચાલય પાછળથી પ્રેમીલા નરસી મારસુરીયાને રૂ. ૬૦ના દારૂ સાથે પકડી હતી. ભવાનીનગરમાંથી સીમા ઉર્ફ ચંદન ચંદ્રેશ કેશવાણી રૂ. ૬૦નો દારૂ ફેંકી ભાગી ગઇ હતી. મોચી બજાર ખાડા પાસેથી કાનજી વજેસીંગ બરેડીયાને રૂ. ૬૦ના દારૂ સાથે પકડી લેવાઇ હતી. લાલપરી પાસેથી મંજુ મેઘજી સોલંકીને રૂ. ૮૦ના, લાલપરીના નરશી ઉર્ફ નશો રઘુભાઇ ધરજીયાને રૂ. ૧૦૦ના, રેખા મંગલ રાઠોડને રૂ. ૬૦ના, મનહરપરાના સમીર કયુમ સિપાહીને રૂ. ૧૪૦ના, સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી મીરા સલિમ અજમેરીને રૂ. ૧૦૦ના, દારૂ સાથે પકડી લેવાયા હતાં. જ્યારે ઢેબર કોલોની પાસેથી ગોવિંદ રણછોડભાઇ સોલંકીે રૂ. ૧૦૦નો દારૂ ફેંકી ભાગી ગયો હતો.

આ ઉપરાંત નાકરાવાડીમાંથી દેવુ ખેંગાર સાડમીયાને રૂ. ૧૬૦ના, આજીડેમ ચોકડી પાસેથી રઝીયા આશીફ કુરેશીને રૂ. ૮૦ના, યુવરાજનગરમાંથી શોભા પ્રવિણ સોલંકીને રૂ. ૮૦ના, રણુજાનગર પાસેથી સુરજ ચંદુ સોલંકીને રૂ. ૬૦ના દારૂ સાથે પકડી લેવાયા હતાં.

(11:34 am IST)