Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

આંતરરાષ્ટ્રીય કક્ષાના મહાત્મા ગાંધી મ્યુઝિયમને ખુલ્લુ મુકશે વડાપ્રધાન

૩૦મીએ નરેન્દ્રભાઇ મોદીને સત્કારવા થનગનાટઃ રાજકોટની સૌ પ્રથમ રૈયાધાર પી.પી.પી. આવાસ યોજનાનું લોકાર્પણ અને સીસીટીવી આઇ-વે પ્રોજેકટ (૨)નો પ્રારંભ પણ વડાપ્રધાનના હસ્તે થાય તે માટે પણ પ્રયાસો : કાર્યક્રમની તડામાર તૈયારી આરંભતા મેયર બીનાબેન - કમિશ્નર બંછાનિધી અને સ્ટે. ચેરમેન ઉદય કાનગડ

રાજકોટ તા. ૨૨ : આગામી તા. ૩૦ સપ્ટેમ્બરે શહેરમાં મ્યુ. કોર્પોરેશને નિર્માણ કરેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના મહાત્મા ગાંધી મ્યુઝિયમને દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે. આ ઉપરાંત આ દિવસે જ રાજકોટની સૌ પ્રથમ રૈયાધાર પી.પી.પી. આવાસ યોજનાનો ૨૦૪૦ ફલેટ અને મવડી ભારતનગરથી પી.પી.પી. આવાસ યોજનાના ૩૮૪ ફલેટનું લોકાર્પણ પણ વડાપ્રધાનશ્રીના હસ્તે કરાવવા તથા સીસીટીવીના આઇ-વે પ્રોજેકટ (૨)નો પ્રારંભ પણ આ દિવસે કરવા પ્રયાસો થઇ રહ્યા છે.

ભારતના રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુના બાળપણ અને શિક્ષણના સાક્ષી રહેલા રાજકોટ શહેરમાં પૂ. ગાંધી બાપુની કાયમી સ્મૃતિમાં તેમજ ગાંધી વિચારો અને સિધ્ધાંત વધુ ને વધુ લોકો સુધી પહોંચે તેવા શુભ આશયથી કેન્દ્ર સરકારશ્રી અને રાજય સરકારશ્રીના સહકાર સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ એક અનોખા અને દેશ વિદેશમાં જેની નોંધ લેવાય તેવા અદભૂત 'મહાત્મા ગાંધી મ્યુઝિયમ'નુંઙ્ગઙ્ગઆગામી તા. ૩૦ના રોજ દેશના માનનીય પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેકટ જવાહર રોડ પર સ્થિત ઐતિહાસિક આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે સાકાર થયેલ છે. મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણીમાં આ 'મહાત્મા ગાંધી મ્યુઝિયમ' એક અનેરું યોગદાન બની રહેશે તેમ માન. મેયર શ્રી બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

દરમ્યાન ગઈકાલે મેયર બિનાબેન આચાર્ય તેમજ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી અને શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર સહિતના પદાધિકારીશ્રીઓએ 'મહાત્મા ગાંધી મ્યુઝિયમ'ની મુલાકાત લીધી હતી.

મેયરશ્રી અને કમિશનરશ્રીએ વિશેષમાં એમ જણાવ્યું હતું કે,ઙ્ગઆ મ્યુઝિયમનાં માધ્યમથી મહાત્મા ગાંધીજીનાં સત્ય,ઙ્ગઅહિંસા વિગેરે આદર્શોને વધુને વધુ લોકો સમક્ષ મુકી શકાય તેમજ લોકો તેમાંથી પ્રેરણા મેળવી આ આદર્શો પોતાના જીવનમાં ઉતારી શકે તદ્દપરાંત સમગ્ર વિશ્વના સહેલાણીઓ માટે આ મ્યુઝિયમ એક આકર્ષણનું કેન્દ્ર બની શકે તથા ગાંધીજીનાં જીવન સાથે સંકળાયેલ એક શ્રેષ્ઠ સ્થાન બની રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ ખાતે મહાત્મા ગાંધી મેમોરીયલ મ્યુઝિયમ બનાવવાનું નક્કી કરવામાં આવેલ. આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવેલ છે અને તેમાં મહાત્મા ગાંધીજીના સંસ્મરણો તથા જીવન ચરિત્રને તાદ્રસ્ય કરવામાં આવશે. તેમજ આ મ્યુઝિયમમાં આધુનિક મલ્ટીમીડિયાના ઉપયોગથી મીની થીયેટર,ઙ્ગમોસન ગ્રાફિક તેમજ ઓગ્મેન્ટેડ રીયાલીટીની સહાયથી મુલાકાતીઓને થ્રીડી પ્રોજેકસન તેમજ કટ આઉટ દ્વારા ગાંધી સ્મૃતિ તાદ્રસ્ય કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.

આ પ્રોજેકટ માટે કુલ રૂપિયા ૨૬,૦૦,૦૦૦,૦૦નાં ખર્ચે સાકાર થયેલ 'મહાત્મા ગાંધી મ્યુઝિયમ'માં સિવિલ તેમજ ઇન્ટીરીયર કામો,ઙ્ગઓડિયો સેટઅપ, તેમજ પાંચ વર્ષ માટે નિભાવ મરામત સહિત આ પ્રોજેકટ નું કામ શરુ કારવામાં આવેલ છે. જે મેં. વામાં કોમુનીકેશન દ્વારા આ કામના કન્સલ્ટન્ટ શ્રી રાહીનો એન્જીનીયર્સ પ્રા. લી. નાં તજજ્ઞ માર્ગદર્શન મુજબ મ્યુનિ. કમિશ્નરશ્રીની સીધી દેખરેખ કરવામાં આવી રહેલ છે. 'મહાત્મા ગાંધી મ્યુઝિયમ'માં વી. આઈ. પી. લોન્જ,ઙ્ગકનેકિટવિટી બ્રીજ તેમજ ઇલેકિટ્રકફીકેશન તથા સિવિલ કામોમા ફલોરિંગ કામ તેમજ ઐતિહાસિક વારસાની જાણવણી સાથે બીલ્ડીંગને સ્ટ્રેન્ધ્નીંગ કરવાનું કામ કરાયું છે તેમ જણાવી માન. મેયર શ્રી બિનાબેન આચાર્ય અનેઙ્ગઙ્ગમ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ પણ કહ્યું કે,આ પ્રોજેકટ સાકાર થતા ગુજરાતના પ્રવાસે આવતા દેશ વિદેશના પ્રવાસીઓ પોતાના ફરવાના સ્થળોમાં રાજકોટનો પણ સમાવેશ કરશે એમ કહી શકાય. મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર વૈશ્વિક કક્ષાનું બની રહે તેવા તમામ પ્રયાસ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરાયા છે.(૨૧.૨૮)

મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રમાં આધુનિક સુવિધાઓ અને આકર્ષક વિશેષતાઓ

મહાત્મા ગાંધીજીનાં વિધાર્થીકાળનાં સંસ્મરણો તથા તેમના જીવનચરીત્ર સંબધિત મ્યુઝીયમ બનાવવા માટે જુદા જુદા પ્રકારની આધુનિક સુવિધાઓ જેવી કે,  મીની થીયેટર, દાંડી યાત્રાનો ડાયોરામા (Diorama), ગાંધીજીનાં જીવન કાર્યો તથા આદર્શોને વિવિધ રીતે વર્ણન કરતા ચીત્ર, કટઆઉટ, મલ્ટીપલ સ્કીન્સ, મોસન ગ્રાફીકસ એનિમેશન, ઓગમેન્ટેડ રીયાલીટી, સકર્યુલર વિડીયો પ્રોજેકશનઙ્ગ3-Dઙ્ગપ્રોજેકશન મેપીંગ ફિલ્મ, વિશાળ વિડીયો આર્ક વોલ, મોન્યુમેન્ટલ લાઇટીંગ, વી.આઇ.પી. લોન્જ, ગાંધીજીનાં જીવન ચરીત્ર સાથે સંકળાયેલ લાઇબ્રેરી, મ્યુરલ, પ્રાર્થના હોલ, ઇન્ટરેકટીવ મોડ ઓફ લર્નિગ વગેરે આકર્ષક અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે.(૨૧.૨૮)

(3:36 pm IST)