Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

મેળામાં ખાણી-પીણીના વેપારીઓને હેન્ડ ગ્લોઝ-કેપ-એપ્રેન ફરજીયાતઃ પાંચ પ્રાઇવેટ અને લોકમેળાના ૧૭૮ વેપારીઓને ફુડલાયશન્સ અપાયા

૧૬ જેટલાં સ્વચ્છતા-આરોગ્યનાં નિયમોનું પાલન કરવા તાકીદઃ નાયબ આરોગ્ય અધિકારી ડો.રાઠોડની ટીમ દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા., ર૩: શહેરમાં યોજાયેલા પાંચ પ્રાઇવેટ મેળા અને રેસકોર્ષનો મલ્હાર મેળામાં મ્યુ. કોર્પોરેશનનાં નાયબ આરોગ્ય અધિકારી ડો.રાઠોડ અને ફુડ ઇન્સ્પેકટરોની ટીમ દ્વારા ખાણી-પીણીના કુલ ૧૭૮ વેપારીઓને ફુડ લાયસન્સ આપવામાં આવ્યા હતા અને દરેક વેપારીઓને હેન્ડ ગ્લોઝ, કેપ, એપ્રન વગેરે ફરજીયાતપણે પહેરવા સહીતના ૧૬ નિયમોનું સુસ્ત પાલન કરવા તાકીદ કરાયેલ.

આ વેપારીઓને જણાવાયેલ કે જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને રાજકોટ મહાનગર પાલીકા વિસ્તારમાં યોજવામાં આવેલ લોકમેળો તથા અન્ય પ્રાઇવેટ સંસ્થા દ્વારા આયોજીત પ્રાઇવેટ મેળાઓમાં ખાદ્યચીજનું વેચાણ કરતા ફુડ બિઝનેસ ઓપરેટરશ્રીઓએ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવે છે.

જેમાં (૧) તમામ ખાદ્ય સામગ્રીનાં સ્ટોલ ધારકોએ ટેમ્પરરી ફુડ લાઇસન્સ/રજીસ્ટ્રેશન ફરજીયાત લેવાનું રહેશે. (ર) ખાદ્યસામગ્રી સ્ટોલ ધારકોએ સ્ટોલ પર ખાદ્ય સામગ્રી બનાવવા, સંગ્રહ કરવા તેમજ વેચાણ કરવાની જગયાએ આરોગ્યપ્રદ સ્થિતિના ધોરણો જાળવવા. (૩) બિન આરોગ્યપ્રદ / વાસી તેમજ ખુલ્લા રાખેલા ખાદ્યપદાર્થોનું વેચાણ કરવુ નહી. (૪) ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટની જોગવાઇ અન્વયે ખાદ્ય સામગ્રીમાં પ્રતિબંધીત કલર, કૃત્રિમ ગળપણ ઉપયોગ કરવો નહી. (પ) ખાદ્યપદાર્થને પીરસવા તેમજ પેકીગ કરવા માટે છાપેલ પસ્તીનો ઉપયોગ કરવો નહી, પ્લેન સાદા કાગળનો જ ઉપયોગ કરવો. (૬) બરફ ગોલાના ધંધાર્થીઓને માવાનો ઉપયોગ કરવો નહી અને બરફ ગોલા ેસ્પોઝેબલ બાઉલમાં જ પીરસવા ધોરણસરના પરીક્ષણયુકત બરફનો જ ઉપયોગ કરવો. (૭) ખાદ્યસામગ્રી સ્ટોલ ધારકોએ ખાદ્યસામગ્રી ડિસ્પોઝલેબલ (પેપર) પ્લેટ તથા પેપર ગ્લાસનો જ ઉપયોગ કરવો. (૮) ખાદ્યસામગ્રી બનાવવા તથા પીવા માટે કલોરીનેેટેડ અથવા તો માન્યતા પ્રાપ્ત પધ્ધતીથી શુધ્ધ કરેલ પાણીનો જ ઉપયોગ કરવો. (૯) ખાદ્ય સામગ્રીના સ્ટોલ પર ખાદ્ય સામગ્રી જેવી કે શાકભાજી, ફળો, બરફ કે અન્ય વસ્તુઓ જમીન પર ન રાખવી. (૧૦) પેકડ ખાદ્યસામગ્રી એકસપાઇરી ડેઇટ અથવા બેસ્ટ બિફોર ડેટ પછીનો ઉપયોગ ન કરવો. (૧૧) રાંધેલ ખાદ્યસામગ્રી, કાપેલા શાકભાજી/ફળ વિગેરેનો ગ્રાહકો માટે તે જ દિવસે ઉપયોગ કરવો. બીજા દિવસે વેચાણ માટે ઉપયોગ કરવો નહી. (૧ર) ફરસાણ તળવા માટે ઉપયોગમાં લેવાતુ ખાદ્યતેલ માન્ય અને નિયત ધોરણો મુજબનું હોવું જોઇએ અને એક ને એક તેલમાં વારંવાર ઉપયોગ કરવો નહી. ઉપયોગ કર્યા બાદ આવા બળેલા તેલનો યોગ્ય નિકાલ કરવો. (૧૩) ખાદ્યચીજ બનાવનાર/પીરસનારે વ્યકિતગત સ્વચ્છતા જાળવવી અને ફરજીયાતપણે કેપ,એપ્રોન તથા હેન્ડ ગ્લોઝ પહેરવા વગેરેનો સમાવેશ છે.

(3:46 pm IST)