Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

છ અલગ અલગ સ્થળે પતા ટીંચતા ૩૧ ઝડપાયા

ભગવતીપરામાંથી ૫, સાગર સોસાયટીમાંથી ૪, ગોકુલનગરમાંથી ૫, ઓમ ઉદ્યોગનગરના કારખાનામાંથી ૭, છોટુનગર પાસેથી ૩ અને જીવરાજ પાર્કમાંથી ૭ની ધરપકડ

રાજકોટ તા. ૨૩ : શહરેના  અલગ અલગ સ્થળે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી છ સ્થળેથી પતા ટીચતા ૩૧ શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ શહેરના ભગવતીપરા શેરી નં. ૧૭/૧૯માં બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ વી.જે. ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ.એફ ડામોર, હેડ કોન્સ વિરમભાઇ ધગલ, મોહસીન ખાન , મનોજભાઇ, એભલભાઇ , કેતનભાઇ, કિરણભાઇ, હંસરાજભાઇ, મહેશભાઇ તથા હરપાલસિંહ સહિતે દરોડો પાડી જાહેરમાં  જુગાર રમતા નરેન્દ્ર લુહાર (ઉ.વ. ૧૮), પ્રદિપભાઇ લાભભાઇ આહિર(ઉ.વ.૨૦) , અજય લાભભાઇ આહીર (ઉ.વ.૨૫), રાજેશ જગદીશભાઇ બોરીચા (ઉ.વ. ૨૫)  તથા અમીત જીકરભાઇ પરમાર (ઉ.વ. ૨૩)ને પકડી લઇ રૂ. ૩૨,૮૦૦ની રોકડ રકમ સહત ની મત્તા કબ્જે કરી હતી. જ્યારે દેવલ રમેશ માલા નાસી જતા તેની શોધખોળ હાથ ધરી છે.

જ્યારે અન્ય દરોડામાં ભકિતનગર પોલિસ સ્ટેશન મથકના પીઆઇ વી.કે . ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ  પી.બી. જેવાલીયા સહિતના સ્ટાફે બાતમીના આધારે વિવેકાનંદ નગર મેઇન રોડ સાગર સોસાયટી શેરી નં. ૨નો પરેશ દેવજીભાઇ કડીયા (ઉ.વ.૩૪) ના મકાનમાં દરોડો પાડી મકાન માલીક પરેશ કડીયા તથા કોઠારીયા રોડ કેદારનાથ સોસાયટીના મયુર ઉર્ફે લાવડીયા (ઉ.વ.૩૪), મવડીના યોગેશ નાથાભાઇ અંદ્ક્ષ્રપીયા (ઉ.વ. ૩૫) તથા મવડી જલારામ સોસાયટીના સુરેશ મુળજીભાઇ હરણેસા (ઉ.વ.૩૮)ને પકડી લઇ રૂ. ૧૫૩૭૦ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી  કરી હતી.

જ્યારે અન્ય દરોડામાં આજીડેમ પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઇ. એમ.જે. રાઠોડ સહિતના સ્ટાફે ખોખળદળ નદીના કાંઠે ઓમ ઉદ્યોગનગરમાં અમીત મેઘજીભાઇ કુમારખાણીયા (ઉ..વ.૨૯)ના ચામુંડા ઈલેકટ્રોપ્લેટીંગ નામના  કારખાનામાં દરોડો પાડી જુગાર રમતા કારખાનાના માલીક  અમીત મેઘજીભાઇ કુમારખાણીયા (ઉ.વ. ૨૯) રહે ન્યુ. નહેરૂનગર  શેરી નં. ૧ , મહેશ છગનભાઇ હતવાણી (ઉ.વ.૩૧) રહે. ન્યુ ગણેશનગર શેરી નં. ૧, મુકેશ નાનજીભાઇ પરમાર (ઉ.વ. ૪૦)  રહે. શ્રી ગણેશનગર શેરી નં. ૧), કલ્પેશ મહેન્દ્રભાઇ મકવાણા (ઉ.વ. ૩૧), રહે રૂષિપ્રસાદ  સોસાયટી શેરી નં. ૧ રણુજામંદિર ની સામે ) ભરત ધીરૂભાઇ ટાંક (ઉ.વ. ૩૦) રહે. ગોકુલપાર્ક શેરી નં.૪ સુરેશભાઇ  પટેલના મકાનમાં  રાજેશ  મહેન્દ્રભાઇ મકવાણા  (ઉ.વ. ૩૦)  રહે રૂષિપ્રસાદ સોસાયટી શેરી નં. ૧ રણુજામંદિરની સામે , રાજેશ હસમુખભાઇ કોટેચા (ઉ.વ.૩૯) રહે. ન્યુ ગણેશનગર શેરી નં. ૩ રામદેવ ફલોટ મીલ વાળી શેરી) ને પકડી લઇ રૂ. ૫૪૨૦૦/- કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

જ્યારે અન્ય દરોડામાં ગાંધીગ્રરામ પ,ોલીસ મથકના પીઆઇ વી.વી. ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ ભટ્ટની ટીમે બાતમીના આધારે  હનુમાન મઢી છોટુનગર કોમ્યુનીટી હોલ પાછળ દરોડો પાડી જુગાર રમતા ગોવિંદ મણીલાલ રાફુચા (ઉ.વ. ૩૨) (રહે. છોટુનગર-૧), ધીરૂ નાનજીભાઇ મકવાણા (ઉ.વ. ૫૫) (રહે. છોટુનગર શેરી નં. ૧), તથા મુકેશ ધનજીભાઇ રાઠોડ (ઉ.વ. ૪૫) (રહે. નહેરૂનગર મેઇન રોડ) ને પકડી લઇ રૂ. ૧૧૪૦૦ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

જ્યોર અન્ય દરોડામાં થોરાળા પોલીસ મથકના પીઆઇ બીટી વાઢીયાના માર્ગદર્શન હેઠળ એ એસ આઇ બી જે જાડેજા સહિતના સ્ટાફે બાતમીના આધારે ગોકુલનગર  શેરી નં. ૨માં રહેતા પ્રવિણ જયસુખભાઇ બાબરીયાના  મ કાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક પ્રવિણ  જયસુખભાઇ બાબરીયા (ઉ.વ.૪૦) રહે. નવાગામ . નવાગામ સોસાયટી શેરી નં. ૨, ગોરધન દેવાભાઇ ગણાદીયા (ઉવ. ૪૧) રહે. રંગીલા પંચવટી સોસાયટી શેરી નં. ૧ નવા  ગામ , ભરત ભીખાભાઇ ધોરાળીયા (ઉ.વ. ૪૨) રહે. પીઠળઆઇ સોસાયટી. માંડાડુંગર પાછળ , આજી ડેમ, લાલજી  ધીરુભાઇ માોરવાડીયા  (ઉ.વ. ૩૪) રહે નવાગામ  નવાગામ સોસાયટી શેરી નં. ૨, અનીલ રામલભાઇ રાઠોડ (ઉ.વ. ૩૨) (રહે સંતકબીર રોડ, મર્કોટ યાર્ડ  શેરી નં. ૨ ને પકડી લઇ કબ્જે કેરલ કુલ મુદ્દામાલ રૂ. ૧૫૯૦૦/- રોકડ સહિતની મતા કબ્જે કરી કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ કાર્યવાહઅી હાથ ધરી હતી. 

જ્યારે અન્ય દરોડામાં તાલુકા પોલીસ મથકના પીઆઇ વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એનડી ડામોર  સહિતના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ચીરાગ બાબુભાઇ પટેલ (ઉ.વ.૩૧), કૌશીક વસંતભાઇ પટેલ (ઉ.વ. ૫૦) જીજ્ઞેશ વિનુભાઇ કમાણી (ઉ.વ. ૩૮), મનસુખ પ્રેમજીભાઇ દેલવાડીયા (ઉ.વ.૬૦), સંજય ગોરધનભાઇ ટીલવા (ઉ.વ. ૫૦), અક્ષય કિશોરભાઇ મકડીયા (ઉ.વ. ૨૬) અને  મનસુખ હરદાસભાઇ  કાલરીયા (ઉ.વ. ૬૪)ને પકડી ઇલલ  રૂ. ૨૫૧૩૦ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:36 pm IST)