Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ગુરૂદેવ જગદીશ મૂનિને મેં બહુ નજીકથી જોયા છે, જાણ્યા છે, માણ્યા છે, પામ્યા છે : પૂ.પારસમુનિ

રાજકોટ તા ૨૩ ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.શ્રી જગદીશમૂનિ મ.સા. ના સુશિષ્ય સદ્ગુરૂદેવ પૂ. પારસમૂનિ મ.સાહેબે દાદા ડુંગર ગુરૂ ગાદી ઉપાશ્રય-ગોંડલમાં પ્રવચનમાં ફરમાવેલ કે, મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ. સાહેબે સમાજમાં પ્રેમ,આદર,સ્નેહ, અને સન્માન માંગીને કે ખરીદી ને નહોતા મેળવ્યા, તેમણે કઠિન સાધના, કઠિન પુરૂષાર્થ અને પોતાના જીવનનીસરલતા, સહજતાના બળ પર બધુ મેળવ્યું હતું. મે ગુરૂદેવને બહુ નિકટ જોયા છે, જાણ્યા છે, બહિરંગથી નહીં, અતરંગ સુધી તેમને માણ્યા છે.

એક તરફ અંતર્મુખી થઇને મોક્ષમાર્ગ પર આરૂઢ થયા હતા, તો બીજી તરફ સંવેદનશીલ, ભાવુક અને કરૂણાવાન સ્વભાવને કારણે વ્યકિત અને સમાજની પીડાથી વ્યથિત થઇને જનહિતની ભાવનાના ઉદે્શ્યથી બહિર્મુખી થઇ જતા હતા. પાષાણ હ્રદયના વ્યકિતમાં પણ આસ્થાનો સ્ત્રોત આપ વહાવી શકતા હતા. આપ બધા લોકોને માનવતાનું દિગ્દર્શન કરાવી પરમાર્થ તરફ અગ્રેસર કરવાની અભિલાષા રાખતા હતા. અંધવિશ્વાસી, રૂઢીવાદી, સંકીર્ણ સાંપ્રદાયિક ભાવનાઓથી બહુ દુર રહેતા હતા.હું તો માનુ છુ કે, ગુરૂદેવ ભગવાન મહાવીરના સ્યાદ્વાદ અને અનેકાંતના અવતારસમ હતા. આપનું સકારાત્મક અને સુજનાતમ્ક ચિંતન ચુંબકીય આકર્ષણ થી ભરેલ હતું, જેથી જન માનસને વૈચારિક પ્રદુષણ થી મુકિત અપાવી સફલ જીવન નિર્માણની આશાવાદી દષ્ટિ પ્રદાન કરતા હતા.

પૂ. ગુરૂદેવની નજીક આવનારની માનસિક ચિંતાઓ અહંકાર આદિ વિકારો પોતાનો દમ તોડી દેતા આપ જન માનસની શ્રધ્ધાના આરાધ્ય બનીને પરમ લક્ષ્ય શિવપુરીના સોપાન પામી ગયા. આપે કયારેય સખ્યાને નહીં, ગુણાત્મકતાને જ મહત્વ આાપ્યું આપે મોટા મોટા ગ્રંથો ન લખ્યા, પણ સર્વગ્રંથોનો સાર આપના જીવનમાં સમાહિત કર્યો

(3:33 pm IST)