Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

લોકમેળામાંથી ૪૮ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત : ૧૪ ટન કચરાનો નિકાલ

 રાજકોટ શહરેમાં રેસકોર્ષ મેદાનમાં મલ્હાર લોકમેળા -  ૨૦૧૯નુ આયોજન કરવામાં આવેલ છે. જે  અન્વયે રાજકોટ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેેજમેન્ટ શાખા હસ્તક લોકમેળામાં સારી રીતે સ્વચ્છતા જળવાય રહે તે હેતુ થી ત્રણેય શીફટમાં રાઉન્ડ ધ કલોક સફાઇ કરવામાં આવે છે.  જે અનવ્યે રાઉન્ડ ધ કલોક કુલ :૨૪૦ સફાઇ કામદારો લોકમેળામાં સફાઇ કામગીરી  કરવામાં આવે છે. તથા  નાયબ પર્યાવરણ ઈજનેર - ૧, મદદનીશ પર્યાવરણ ઈજનેર-૫, સેનેટરી સબ - ઈન્સપેકટર -૧૨, વિગેરેનો સ્ટાફ રાખવામાં આવે છે. આમ લોકમેળામાં જુદા જુદા સ્ટોલોનુ ચેકીંગ કરવામાં આવેલ હતુ.  જેમા ૩૫ સ્ટોલનુ ચેકીંગ કરતા ૩- સ્ટોલમાંથી સીંગલ યુઝ પ્લાસ્ટીક ૪૮ કિ.ગ્રા. જપ્ત કરવામાં આવેલ છે. તથા લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલમાં સ્વચ્છતા જળવાય રહે તે માટે નોટીસો આપવામાં આવેલ છે. તેમજ લોકમેળામાંથી ૧૪ ટન કચરાના નિકાલની કામગીરી જે.સી.બી. ડમ્પર દ્વારા કરવામાં આવેલ છે. ઉપરોકત કામગીરી પર્યાવરણ ઈજનેર એન.આર.પરમાર તથા નાયબ પર્યાવરણ ઈજનેર વી.એમ. જીંજાળાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે. તેમ તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે.

(3:32 pm IST)