Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

એસ્ટ્રોન ચોકમાં શ્રીકૃષ્ણ ગોવાળીયા યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનો પ્રારંભ

રાજકોટઃ શ્રી કૃષ્ણ ગોવાળીયા યુવક મંડળ દ્વારા એસ્ટ્રોન ચોક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન થયું છે. જેનો આજે પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, ગુજરાત ફાયાનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને રાજકોટ મ્યુ.કોર્પો.ના બાંધકામ સમિતિના ચેરમેન શ્રી મનિષભાઈ રાડીયાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવેલ. આ પ્રસંગે ઉમીયા મોબાઈલવાળા શ્રી બંટીભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં મંડળના કાનાભાઈ બોરીયા, રણછોડભાઈ ચાવડા જોડાયા છે.

(3:31 pm IST)