Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

મલ્હાર મેળામાં જ્યુસવાળા વિક્કી પંજાબીને ત્રણ શખ્સે પાઇપ-ધોકા ફટકાર્યાઃ ગંભીર ઇજા

હોળી વખતે ઉછીના આપેલા પૈસાની ઉઘરાણીએ લોકમેળામાં હોળી સર્જી : મેળો ખુલ્લો મુકાયો એ સાથે ધબધબાટીનું પણ 'ઉદ્દઘાટન'!

રાજકોટ તા. ૨૨: રેસકોર્ષના મલ્હાર મેળાનો ગત સાંજે રંગેચંગે પ્રારંભ થયો એ સાથે જ ધબધબાટીનું પણ ઉદ્દઘાટન થઇ ગયું હતું...પંજાબના અમૃતસરથી રાજકોટના લોકમેળામાં મોસંબી જ્યુસ વેંચવા આવેલા વિક્કીસિંઘ કિરતારસિંઘ પંજાબી (ઉ.૩૫)ને તેના જ વતનના જબ્બરસિંઘ ઉર્ફ બંટી, રાહુલ ઉર્ફ બચ્ચી અને દલજીતસિઘેે રેસકોર્ષના મલ્હાર લોકમેળામાં ઓપન એર થિયેટર પાસે ધોકા-પાઇપથી અને ઢીકા-પાટુનો માર મારતાં માથા-શરીરે અને પગમાં ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં પહોંચ્યો હતો.

પ્ર.નગરના એએસઆઇ તૃષાબેન આર. બુહાએ વિક્કીસિંઘની ફરિયાદ પરથી ત્રણેય હુમલાખોરો સામે ગુનો નોંધ્યો છે. તેના કહેવા મુજબ પોતે અને હુમલાખોરો એક જ ગામના હોઇ હોળી વખતે હજારેક રૂપિયા જબ્બરસિંઘ ઉર્ફ બંટી પાસેથી ઉછીના લીધા હતાં. આ પૈસાની મેળામાં ઉઘરાણી કરતાં હાલમાં પૈસા ન હોઇ મેળાનો પહેલો જ દિવસ હોઇ બે-ત્રણ દિવસમાં કમાણી થતાં દેણું ચુકવી દેશે તેમ કહેતાં તેણે અત્યારે જ પૈસા આપવા પડશે તેમ કહી ગાળો દઇ બીજા બે શખ્સો સાથે મળી ધોકા-પાઇપથી હુમલો કરી ઢીકા-પાટુ પણ માર્યા હતાં.

મેળાના ઉદ્દઘાટન સાથે જ ધબધબાટી બોલી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં. ઘાયલને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે હુમલાખોરોને સકંજામાં લેવા તજવીજ કરી છે.

(1:39 pm IST)
  • અમેરીકાએ ફરીથી પાકિસ્તાનને લબલબાવ્યું : વોશિંટનઃ અમેરીકાએ ફરી એક વખત પાકિસ્તાનને તતડાવી આડે હાથે લીધેલ છે. આતંકવાદના મુદે પાકિસ્તાનને અમેરીકાએ ફરી એક વખત આકરી ચેતવણી આપતા કહ્યું છે કે ભારત પર હુમલો કરનારા તત્વો ઉપર લગામ લાવો. પાકિસ્તાનને ઘુસણખોરી રોકવાનું પણ કહ્યું છે. access_time 1:25 pm IST

  • મોદી ફ્રાંસમાં: ભારતીયોને સંબોધન : નવા ભારતમાંથી ભ્રષ્ટાચાર દૂર થયોઃ હવે પછીના પાંચ વર્ષમાં લક્ષ્યાંકો પૂર્ણ કરાશેઃ પેરીસમાં મોદી-મોદીના નારા લાગ્યા access_time 3:19 pm IST

  • ISROએ શેર કરી, ચંદ્રયાંન-2 દ્વારા લેવાયેલ ચંદ્રમાની પ્રથમ તસ્વીર : આ તસવીર 'વિક્રમ લેન્ડર' દ્વારા ચંદ્રની ધરાથી 2,650 કિ. મી. દૂરથી લેવાયેલ છે. access_time 12:26 am IST