Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

સાતમ-આઠમ પછી મેઘરાજા ફરી પધારશે

સોમથી શુક્ર સાર્વત્રિક નહિં પણ અલગ - અલગ દિવસે જુદા - જુદા વિસ્તારોમાં વરસાદ પડશે

રાજકોટ : હવામાનની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે તા.૨૬ થી ૩૦ ઓગષ્ટ દરમિયાન સિસ્ટમ્સ આધારીત વરસાદનો રાઉન્ડ આવશે. એક અપરએર સાયકલોનીક સરકયુલેશન (યુ.એ.સી.) એમ.પી. ઉપર છવાશે. તેમજ બીજુ એક અપરએર સાયકલોનીક સરકયુલેશન સૌરાષ્ટ્ર નજીક અરબસાગરમાં છવાશે. આ સિસ્ટમ્સ ગુજરાત ઉપર સીધી આવતી નથી પણ બંને સિસ્ટમ્સની સંયુકત અસરથી હળવા વરસાદનો રાઉન્ડ આવશે. સોમથી શુક્ર, ઝાપટા, હળવો, મધ્યમ તો કયાક ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના ભાગોમાંથી વરસાદની શરૂઆત થશે. સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નથી પણ અલગ અલગ દિવસે જુદા જુદા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે.

(11:40 am IST)