Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ રાજકોટના પશ્ચિમ મામલતદાર તથા એક આસામી વિરૂધ્ધ સીટી પ્રાંત-૧ સમક્ષ ફરીયાદ થતા ભારે ચર્ચા

રાજકોટ તા. ર૩: લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ રાજકોટના ડે. કલેકટર સમક્ષ રૈયા ગામ-પરમાર નિવાસ ખાતે રહેતા વિનોદભાઇ જીવણભાઇ પરમારે રાજકોટ સીટી પશ્ચિમ મામલતદાર અને રાજકોટના વિક્રમભાઇ રમેશચંદ્ર દોશી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા હલચલ મચી છે.ફરીયાદમાં રાજકોટ શહેર પશ્ચિમ રૈયા-૧નાં સર્વે નં. ૪૯, સંબંધે ગામ નમુના નં. ૬ હકકપત્રક એ નોંધ નં. ૧૧૯૪૬ તા. ૮-૪-ર૦૧૯ વાળી તા. ૧૮-૬-ર૦૧૯ ના રોજ ગેરકાયદેસર ગેરબંધારણીય રીતે પ્રમાણિત કરતા તેમજ અમો એટલે કે ફરીયાદી એ તા. ૬-પ-ર૦૧૯ ની વાંધા અરજી સંબંધ.ે તા. ૧૪-૬-ર૦૧૯ નો નિર્ણય પત્ર નંબર ઇ-ધારાથી નિર્ણય કરેલ છે, તેની વિરૂધ્ધ અપીલની માંગણી કરી હતી. 

(3:56 pm IST)