Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રાજકોટમાં શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમનું ખાતમુર્હુત ૫૦ વર્ષ (તા.૧૮-૬-૧૯૭૧) પૂર્વ થયેલુ

હરજીવનભાઇ નથવાણી (હજુભાઇ) અને તેમના પરિવારજનોના હસ્તે ભૂમિપુજન થયુ હતુ.

રાજકોટઃ લોકસેવક અને ધાર્મીક આસ્થાના કેન્દ્ર કુવાડવા રોડ ઉપર આવેલા પૂ. રણછોડદાસબાપુના આશ્રમનું ભૂમિ-પુજન ૧૯૭૧ની સાલમાં ૫૦ વર્ષ પૂર્વ થયેલ હતા. આ પ્રસંગની અલભ્ય તસ્વીરમાં ભૂમિ-પુજન કરતાં હરજીવનભાઇ મંગળજીભાઇ નથવાણી (હજુભાઇ) દર્શાય છે.

હરજીવનભાઇ પૂ.શ્રી રણછોડદાસજી મહારાજના અંતરંગ સેવક હતા રાજકોટના વિજ્ઞાપન જગતના ''મહારથી'' શ્રી સખ્ખી પબ્લિસીટી વાળા મહેશભાઇ નથવાણી કહે છે કે મારા પિતાશ્રી ગુરુભાઇઓમાં સગા-સંબંધીઓમાં (હજુભાઇ)ના નામથી ઓળખાતા હતા તેઓ બાળપણથી જ પૂ. રણછોડદાસજી મહારાજ સાથે વધારે સમય પસાર કરતાં હતા. ૫૦ વર્ષ પૂર્વે ૧૯૭૧માં કુવાડવા રોડ સ્થિત પૂ. રણછોડદાસજી બાપુના આશ્રમનું નવ-નિર્માણ થયુ હતુ ત્યારે મારા પિતાશ્રીએ ભૂમિ-પુજન કરવાની તક મળી હતી.

ઉપરોકત તસ્વીરમાં મારા માતા-પિતા સાથે મારો નાનોભાઇ સંજય દર્શાય છે કે જેનુ નામ ગુરૂદેવશ્રી એ ચક્રપાણી નામ આપેલુ હતુ. તેમ શ્રી મહેશ નથવાણી મો.૯૮૨૪૨ ૬૮૧૬૮ જણાવે છે.

સદગુરૂદેવશ્રી રણછોડદાસબાપુએ વર્ષો પહેલા કોઇપણ વિકટ પરિસ્થિતિમાંથી ઉગરવા શ્રી રામ સ્વરાજ ના દરમાસની સુદત્રીજે શ્રી રામસ્તરાજના પાઠ કરવાનો માર્ગ બતાવેલ હતો. ગુરુદેવ જયારે ૧૯૫૪માં જામનગરમાં બિરાજતા પહેલા સૌભકતોને દર માસની સુદત્રીજે શ્રી રામસ્વરાજનો પાઠ કરવાની આજ્ઞા કરતા તેઓએ એવુ પણ કહેલ કે શ્રીરામસ્વરાજનો પાઠ કરવાથી મનુષ્યના બધા જ પ્રકારની ઉપાધી, ભય, ચિંતા, વિપતીઓનું શમન થાય છે. જેથી આપદામય હર્તા રં દાતારં, સર્વ સમ્પદામઃ શ્રી લોકાભિરામ શ્રી રામભૂયો નમાસ્ધમ્યહમ સપૂટ સાથે શ્રીરામસ્વરાજના પાઠ કરવા અવશ્ય અનુરોધ કરેલ. 

(3:49 pm IST)