Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

મ.ન.પા.ના મેડીકલ ઓફીસર અને સ્વીમીંગ કોચ વચ્ચે બઘડાટી : નોટીસની તજવીજ

આરોગ્યની વધારાની કામગીરી બાબતે ચાલુ મીટીંગે ઉગ્ર બોલાચાલી

રાજકોટ, તા. ર૩ : મ.ન.પા.માં વર્તમાન કોરોનાની સ્થિતિમાં તમામ વિભાગોના કર્મચારીઓનો આરોગ્યલક્ષી કામગીરી સોંપવામાં આવે છે તે બાબતે ચાલુ મીટીંગે મેડીકલ ઓફીસર અને સ્વીમીંગ કોચ વચ્ચે બઘડાટી બોલી જતાં આ પ્રકરણમાં નોટીસ ફટકારવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે મ.ન.પા. ના સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કોરોના કામગીરી સંદર્ભેની આરોગ્ય કામગીરી અંગેની મીટીંગમાં મેડીકલ ઓફીસર હાર્દિક મેતા અને સ્વીમીંગ કોચ કેવલ રાઠોડ વચ્ચે કામગીરીની સોંપણી બાબતે રકઝક થયેલ અને બાદમાં મામલો હુંકારે તુકારે અને ઉગ્ર બોલાચાલી સુધી પહોંચી જતા મીટીંગમાં ઉપસ્થિત અધિકારીઓ ડઘાઇ ગયા હતાં અને બન્નેને સમજાવી મામલો થાળે પાડયો હતો.

દરમિયાન આ સમગ્ર ઘટના જાહેર થતાં આ પ્રકરણમાં શો-કોઝ નોટીસ ફટકારવા તજવીજ હાથ ધરાયાનું જાણવા મળ્યું  છે.

(4:10 pm IST)