Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટરથી પણ વધુ સુવિધા ધરાવતા નવા ૪પ મશીનો વસાવાયા : કલેકટરનો નિર્દેશ

પુરતા મેડીકલ સાધનો-પુરતા ડોકટરો તથા સ્ટાફ છે : વસતિની દૃષ્ટિએ ટેસ્ટીંગ પણ સંતોષજનક : આ મશીન વેન્ટીલેટર કરતા પણ સારી કામગીરી કરે છે : પુરતા વેન્ટીલેટર હોવાનો સંકેત

રાજકોટ, તા. ર૩ :  કલેકટરશ્રી રેમ્યા મોહને પત્રકારોને જણાવ્યું હતું કે રાજકોટમાં કોરોના હોસ્પીટલ અને ખાનગી હોસ્પિટલોમાં પુરતા પ્રમાણમાં વેન્ટીલેટરની સુવિધા છે, એ બાબતે કોઇ પ્રોબ્લેમ નથી.  તેમણે ઉમેર્યુ હતુ કે હવે સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટર જેવા જ અને તેનાથી પણ સારી કામગીરી દાખવતા સાધન ''હાઇફલોનેસલ ફેમ્યુલા'' ની સુવિધા વધારાઇ છે, આવા કુલ ૪પ સાધનો ઉપલબ્ધ છે, અને તે કોરોના દર્દીઓ માટે કામમાં લેવાઇ રહ્યા છે.

કલેકટરે જણાવેલ કે વેન્ટીલેટરની પણ પુરતી વ્યવસ્થા છે. તે ઉપરાંત અન્ય પુરતા પ્રમાણમાં મેડીકલ સાધનો -દવાઓ સ્ટાફ પણ છે, નવા ૩પ ડોકટરો પણ નર્સીગ કોલેજમાંથી ઉમેરાયો છે.

રાજકોટ શહેર જિલ્લામાં થઇ રહેલા ટેસ્ટીંગ અંગે કલકેટરે જણાવ્યું હતું કે શહેર જીલ્લાની વસતિની દૃષ્ટિએ હાલ જે પ્રકારે રોજેરોજ ટેસ્ટ થઇ રહ્યા છે, તે સંતોષજનક છે, આમ છતાં કોન્ટેક ટ્રેસ્ટીંગ અને ટેસ્ટ વધારવા સુચના પણ અપાઇ છે.

(3:47 pm IST)